PepsiCo કંપનીએ શરુ કરેલી એક કંપની Kurkureની સફળતા પાછળ છે આ સિક્રેટ Business Strategy.


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-15 17:57:32

વર્ષ 2018 જ્યારે એક પ્રખ્યાત બ્રાન્ડ કુરકુરે પર એવા આરોપો લાગ્યા કે કુરકુરે તો પ્લાસ્ટિકમાંથી બને છે...અને એવા આરોપોની વચ્ચે પણ આ કંપનીએ તેની બ્રાન્ડ વેલ્યુ 1000 કરોડ રુપિયા કરી દીધી, તો આપણને એવા સવાલો તો ચોક્કસ થાય કે આ કંપનીએ એવી તો કેવી બિઝનેસ સ્ટ્રેટેજી અપનાવી કે આવા આરોપોની વચ્ચે પણ કુરકુરે આટલી સક્સેસ પ્રોડક્ટ બનીને માર્કેટમાં પોતાની જગ્યા જમાવી લીધી. તે જ બિઝનેસ સ્ટ્રેટજી પર આજે વાત કરીશું અને સમજીશું કુરકુરેના બિઝનેસ મોડલ વિશે. 

Teda Hai Par Mera Hai આ શબ્દો સાંભળીએ તો સૌથી પહેલી ઈમેજ આપણી સામે આવે એ કુરકુરે હોય છે.અને આ જ એની બ્રાન્ડ ઈમેજ બની ગઈ છે. પણ કુરકુરેના બિઝનેસ મોડલને સમજીએ તે પહેલા જાણીએ કે આની શરુઆત કેવી રીતે થઈ હતી. 

PepsiCo કંપનીએ શરુઆત કરી 'કુરકુરે'ની

તો વર્ષ હતુ 1999, દરેકના ઘરમાં નાસ્તામાં મુખ્યત્વે 2 જ વસ્તુઓ ખવાતી હતી, એક ચિપ્સ અને બીજું ફરસાણ એટલે કે ચવાણું, ગાંઠીયા વગેરે. આવામાં પેપ્સિકો કંપનીએ વિચાર્યુ કે આ 2 ઓપ્શન સિવાય લોકો પાસે અન્ય કોઈ ઓપ્શન છે જ નહીં, તો કંપનીએ ચોખા, મકાઈ અને ચણાનું મિશ્રણ કરી એક અલગ પ્રોડક્ટ લોન્ચ કરી.પણ આ પ્રોડક્ટને માર્કેટમાં સંપૂર્ણ લોન્ચ કરતાં પહેલાં કંપનીએ તેની પ્રોડક્ટનો માર્કેટ રિવ્યુ કર્યો અને લોકો પાસેથી આ પ્રોડક્ટનો અભિપ્રાય લીધો...જ્યારે આખા દેશમાં આ પ્રોડક્ટનું ટેસ્ટિંગ ચાલતું હતું ત્યારે લોકોને પૂછવામાં આવ્યું કે આનો સ્વાદ કેવો છે, ત્યારે મોટાભાગના લોકોએ કહ્યું કે આનો સ્વાદ થોડો કુરકુરો છે, અને બસ પછી આ પ્રોડક્ટનું નામ પડી ગયું 'કુરકુરે'. 

કુરકુરેએ આ 2 મુખ્ય હરિફોને ટક્કર આપી

માર્કેટ સર્વેમાં સફળ થયાં બાદ કંપનીએ ફાઈનલી તેની પ્રોડક્ટ કુરકુરે માર્કેટમાં લોન્ચ કરવાનો નિર્ણય કર્યો.પણ કંપની સામે પડકારો હતા, કેમ કે કંપની સામે બે મોટા હિરફો હતા, જેમાં કુરકરેની પહેલી કોમ્પિટિશન હતી ચિપ્સ સામે,અને ત્યારે આખા ભારતમાં અંકલ ચિપ્સનું રાજ હતું, અને કુરકુરે અંકલ ચિપ્સ સામે ટકશે કે કેમ તે પણ મોટો સવાલ હતો, ત્યાર બાદ કુરકુરેનો બીજો હરિફ હતા ફરસાણની દુકાનવાળા.ત્યારે ચિપ્સ સિવાય ફરસાણોનું પણ ઘણું પ્રભુત્વ હતું ઈન્ડિયન માર્કેટ પર. તેથી ફરસાણ અને ચિપ્સ છોડીને કોઈ ગ્રાહક કુરકુરે કેમ ખાશે તે કંપની માટે મોટો પડકાર હતો. 

પણ કંપનીએ એ પડકારોની ચિંતા કર્યા વગર પોતાની સ્ટ્રેટજીમાં વિશ્વાસ રાખ્યો. કંપનીએ સૌથી પહેલાં પ્રોડક્ટના પકેજિંગ પર ધ્યાન આપ્યું, તેમાં ક્વોલિટીની સાથે ક્વોન્ટિટી અને તેનું પેકેજિંગ ઓરેન્જ કલરમાં કરવાનું શરુ કર્યુ, કેમ કે ઓરેન્જ એ કેચી કલર છે અને દુરથી કોઈ પણ માણસનું ધ્યાન સરળતાથી આ રંગ પર પડતું હોય છે. સામે અંકલ ચિપ્સના પેકેટનો રંગ કંઈ એટલો એટ્રેક્ટિવ નહોતો.અને સામે અંકલ ચિપ્સ 10 રુપિયામાં ઓછી ચિપ્સ આપતી તેની સામે કુરકુરે 10 રુપિયામાં ચિપ્સથી દોઢ ગણી ક્વોન્ટિટી આપવાનું નક્કી કર્યુ, અને આખરે કંપનીએ શરુ કર્યુ પ્રોડક્ટનું લોન્ચિંગ અને માર્કેટિંગ. 

સૌથી પહેલા ચંદીગઢમાં લોન્ચ થયું 'કુરકુરે'

સૌથી પહેલાં કુરકુરે લોન્ચ થયું, ચંદીગઢમાં. પ્રોડક્ટના લોન્ચિંગ સાથે કંપનીએ માર્કેટિંગ પર પણ વઘુ ફોકસ કર્યુ, સૌથી પહેલાં કંપનીએ ડાયરેક્ટ માર્કેટિંગ શરુ કર્યુ. શહેરના દરેક ખૂણે પોસ્ટર લગાવી દીધા, રસ્તા પર કંપનીએ તેના પ્રોડક્ટનું માર્કેટિંગ કરતી ગાડીઓ પણ ફરતી કરી દીધી, અને કંપનીએ માત્ર 10 દિવસમાં તો ચંદીગઢનું 100 ટકા માર્કેટ તો કવર કરી દીધું. બિઝનેસમાં આને બુસ્ટ માર્કેટિંગ પણ કહેવાય છે, આ બુસ્ટ માર્કેટિંગની સ્ટ્રેટજી કંપનીને એટલી ફળી કે ચંદીગઢ સિવાય તેના આસપાસના વિસ્તારોમાં પણ તેની પ્રોડક્ટ પહોંચી ગઈ. 

આ ઉપરાંત કંપનીએ તેની પ્રોડક્ટ વધુ ઝડપી અને સરળતાથી તેના ગ્રાહક સુધી પહોંચે તે માટે કુરકુરે એ રેક એટલે બાસ્કેટ સ્ટેન્ડનું ઈનોવેશન કર્યુ, તમે હાલ જે-તે દુકાનની બહાર એક સ્ટેન્ડ પડેલું જોવો છો, જેની અંદર તમને અલગ-અલગ સ્કેન્ક્સ જોવા મળે છે, તેવા સ્ટેન્ડની શરુઆત કુરકુરેએ જ કરી હતી, કેમ કે કંપનીનું માનવું હતું,ગ્રાહક દુકાનમાં જાય અને તે દુકાનદાર પાસે વસ્તુ માંગે અને જો દુકાનમાં વધારે ભીડ હોય ગ્રાહકનો સમય વધારે વેસ્ટ થાય છે, અને આ કારણે જ કુરકુરે એ એવું સ્ટેન્ડ બનાવ્યું કે જેથી કસ્ટમરને જો માત્ર એક સ્નેક્સનુ પેકેટ જ લેવું છે, તો એને વધારે રાહ ન જોવી પડે અને તરત બહારથી એ પેકેટ લઈને ફટાફટ દુકાનદારને પૈસા આપીને ગ્રાહક જતું રહે, જેથી ગ્રાહક અને દુકાનદાર બંનેને ફાયદો થાય. આ સિવાય, કુરકુરે એ પણ વિચાર્યુ કે જો શેમ્પુ જેવી પ્રોડક્ટ હરોળમાં પેક કરીને લટકાવી શકાય તો અમારી પ્રોડક્ટ કેમ નહીં અને કુરકુરે તેની પ્રોડક્ટને હરોળમાં એટલે કે પટ્ટીઓમાં વેચવાનું શરુ કર્યુ, અને કંપનીએ તેની પ્રોડક્ટને સ્પિક ઈટ લાઉડ સ્ટ્રેટજી સાથે ગ્રાહકોના મનમાં છાપી દીધી.


કંપનીએ તેની ટાર્ગેટ ઓડિયન્સ પર વધારે ફોકસ કર્યુ  

એટલું જ નહીં કંપનીએ તેના સેલને વધારવા માટે પણ ઘણી સ્ટ્રેટજી અપનાવી, સૌથી પહેલાં કંપનીએ તેની ટાર્ગેટ ઓડિયન્સ પર ફોકસ કર્યુ અને અને જ્યાં બીજી કંપનીઓનું ટાર્ગેટ ઓડિયન્સ અલગ હતું,જેમ કે કોઈ કંપનીનું ટાર્ગેટ આડિયન્સ માત્ર મહિલાઓ હોય, કોઈ કંપનીનું ટાર્ગેટ ઓડિયન્સ માત્ર બાળકો હોય, કોઈ કંપનીનું માત્ર પુરુષો કે કોઈ કંપનીનું માત્ર વૃદ્ધો..તેની સામે કુરકુરે તેની ટાર્ગેટ ઓડિયન્સ તરીકે ફેમેલિને જ ટાર્ગેટ કરી, કેમ કે ફેમેલિમાં બધા જ લોકો હોય, બાળકો હોય, મહિલાઓ પણ હોય, યંગસ્ચર્સ પણ હોય અને વૃદ્ધો પણ હોય અને તેથી જ કુરકુરે તેની બધી જ એડમાં પણ ફેમેલિને સેન્ટરમાં રાખીને જ બનાવી. 

આ સિવાય કંપનીએ Influnancer Marketing પણ કર્યુ, તે સમયે જુહી ચાવલા ઘણી લાઈમલાઈટમાં રહેતા, અને જુહી ચાવલા ઘણી કોમેડી ફિલ્મોમાં પણ કામ કરી રહ્યાં હતા, તેથી કંપનીએ તેમને બ્રાન્ડ ફેસ તરીકે કામ આપ્યું અને જુહી ચાવલા જોડે ઘણી એડ્સ કરવી.જેનો ફાયદો પણ થયો અને કંપનીએ દેશના દરેક સિટીમાં તેની પ્રોડક્ટ પહોંચાડી દીધી. 

કંપનીની આ સ્ટ્રેટેજી ઘણી સફળ રહી 

પણ કંપનીએ આમા પણ એક સ્ટ્રેટજી અપનાવી કે કંપની જે-તે જગ્યાએ કુરકુરેને લોન્ચ કરતી તેની સાથે તે જગ્યાનો રિજનલ ફ્લેવર એડ કર્યો અને પોતાની પ્રોડક્ટને સિમિત ન રાખીને તેમાં ઘણી વેરાઈટીસ ઉમેરી.જેમ કે કુરકુરેએ લોન્ચ કરેલું સોલેડ મસ્તી લોકોને એટલું પસંદ આવ્યું કે સાંજની ચા હોય કે બાળકોનો સ્કુલ સ્નેક,દરેક વર્ગના લોકો આ પ્રોડક્ટને પસંદ કરવા લાગ્યા. આ સિવાય પંજાબી કડાઈ મસાલા,હૈદરાબાદી હંગામા,ગ્રીન ચટની ફ્લેવર,ચિલી ચટાકા,ટોમેટો ફ્લેવર, મલ્ટી ગ્રેન કરી એન્ડ હર્બ ફ્લેવર, બટર મસ્તી વગેરે વગેરે...અને આ સ્ટ્રેટજી કંપની માટે એટલી સક્સેસફુલ બની કે કંપનીનો રિપિટ કસ્ટમર રેટ વધવા લાગ્યો, રિપિટ કસ્ટમર રેટને સમજીએ તો કસ્ટમર કોઈ એક પ્રોડક્ટને ખરીદી અને તે પ્રોડક્ટના સેટિસફેક્શનથી તે પોતે તો ફરીથી એ પ્રોડક્ટને ખરીદે જ છે, પણ તે તેની આસપાસના ઓળખીતા લોકોને પણ એ પ્રોડક્ટ ખરીદવાનું કહે છે, અને જો તે વ્યક્તિ પણ એ પ્રોડક્ટથી સેસ્ટિસફાઈડ થઈ ગયો તો તે પણ ફરીથી એ પ્રોડક્ટને ખરીદે છે અને તે પણ તેના ઓળખીતા લોકોને એ પ્રોડક્ટ ખરીદવાનું કહે છે, આમ આ સાયકલ સતત ફરતી રહે છે અને આને રિપિટ કસ્ટમર રેટ કહે છે. 

આ થિયરીથી કંપની સતત ગ્રો કરતી રહી અને વર્ષ 2007માં કુરકુરે છેક પાકિસ્તાન, બાંગ્લાદેશ અને કેનેડા જેવા દેશો સુધી પણ પહોંચી ગયું,કંપનીએ તેની પ્રોડક્ટ બહારના દેશોમાં લોન્ચ તો કરી, પણ એની સાથે સાથે બીજા દેશોના ફ્લેવરને પણ આપણા દેશમાં લાવી કુરકુરેમાં મિક્સ કર્યા અને વધુ વેરાઈટી સાથે કુરકુરેને લોન્ચ કર્યા, જેમ કે પંજાબી પીઝા ફ્લેવર,આન્ધ્રા બેન્કકોંગ કરી ફ્લેવર, રાજસ્થાન મન્ચુરિયન ફ્લેવર..વગેરે. અને આનાથી કુરકુરે એક ઈન્ટરનેશનલ બ્રાન્ડ બની ગઈ.

કુરકુરે પર લાગ્યા હતા આરોપો

ધીરે ધીરે કુરકુરે સફળ થતું હતુ અને વર્ષ 2018માં ઘણાં લોકોએ એવા આરોપો લગાવ્યાં કે કુરકુરે પ્લાસ્ટિકથી બને છે, અને એ આરોપોને લીધે તેની ક્વોલેટિ ચેકિંગ કરવામાં આવી અને આખરે દિલ્હી હાઈકોર્ટે આ આરોપોને નકારી દીધા અને એવો ફેસલો આપ્યો કે આ બધી અફવાની વાતો છે, જે એક બ્રાન્ડની વેલ્યુને ડાઉન કરવા માટે કરવામાં આવી છે. અને આ આરોપો વચ્ચે પણ કુરકુરે તેની બ્રાન્ડ વેલ્યુ 1000 કરોડ સુધી પહોંચાડી દીધી અને આજે પણ આ પ્રોડક્ટ એટલી જ સક્સેસ ફુલ છે. 

કુરકુરે પાસેથી શીખવા જેવા બિઝનેસ લેશન

છેલ્લે કુરકુરે પાસેથી ઘણું બધું શિખવા જેવું છે, કેમ કે પેપ્સિકોની આ પ્રોડક્ટ આપણને ઘણા બિઝનેસ લેશન્સ આપે છે, જેમ કે સૌથી પહેલાં તો હંમેશા અલગ પ્રોડ્કટને લોન્ચ કરો, તમારા કોમ્પિટેટરના સિમિલર પ્રોડક્ટથી ગ્રાહકને માત્ર ઓપ્શમ મળશે, પણ જો તમે કંઈ યુનિક વસ્તુ ગ્રાહકને આપો છો તો તમે તમારા કોમ્પિટેટરથી ઝડપથી આગળ વધી શકો છો. કેમ કે ગ્રાહક હંમેશા યુનિક વસ્તુઓ ઈચ્છે છે, આ સિવાય બીજો લેશન એ છે કે ક્યારેય કોમ્પિટીશનથી ડરો નહીં અને માર્કેટમાં છો તો કોમ્પિટેશન તો રહેવાની જ છે અને તેનાથી ગભરાયા વગર તેના તમામ ચેલેન્જીસને એક્સેપ્ટ કરો. ત્રીજો લેશન એ છે કે પોતાના પ્રોડક્ટનું જોરશોરથી માર્કેટિંગ કરો, કેમ કે જો તમે માર્કેટિંગ નહીં કરો તો કોઈને તમારા પ્રોડ્કટ વિશે ખબર નહીં પડે...એટલે સ્પિક ઈટ લાઉડી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?