ચીનમાં કોરોના સંકટ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ચીનમાં વધતા કોરોના સંકટને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અનેક લોકો મોતને પણ ભેટી રહ્યા છે. ચીનમાં કોરોના સંક્રમણ વઘી રહ્યું છે પણ ચીન સરકાર પ્રતિબંધો લગાવાને બદલે પ્રતિબંધો હટાવી રહી છે. સરકારે તમામ પ્રતિબંધો હટાવી દીધા છે. ચીને પોતાની તમામ બોર્ડર પણ ખોલી દીધી છે.
ચીને હટાવ્યા તમામ પ્રતિબંધો
ચીનમાં એક તરફ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. વધતા કોરોના કેસને લઈ બીજા દેશોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે થોડા સમય બાદ લૂનાર વર્ષ આવવાનું છે. લૂનાર નવ વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ચીન આવતા હોય છે. જેને કારણે ચીને કોરોના પર પ્રતિબંધો લગાવવાની બદલીમાં નિયંત્રણો હળવા કરી દીધા છે. તમામ બોર્ડર ખોલી દીધી છે. લાખો લોકો આ દરમિયાન મોટા શહેરોથી લઈ નાના ગામડાની મુલાકાત લેશે. આ દરમિયાન કોરોના સંક્રમણ ઝડપથી વધી શકે છે તેવી આશંકા સેવાઈ રહી છે.
અંતિમ સંસ્કાર માટે જોવા મળી લાંબી કતાર
ચીનમાં રોકેટગતિએ કોરોના કેસ વધી રહ્યા છે. વિશ્વના અનેક દેશોએ ચીન પર કોરોનાના આંકડા છૂપાવાનો આરોપ લગાવ્યો છે. કોરોનાના સાચા આંકડા ચીન કદી આપતું નથી. ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ડોક્ટરો પર પણ દબાણ કરવાની શરૂઆત કરી દીધી છે. મળતી માહિતી અનુસાર કોરોનાથી જો મોત થઈ હોય તો તેનું કારણ ન આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમિતોની સંખ્યા તો વધી રહી છે પરંતુ સ્મશાન બહાર પણ અંતિમ સંસ્કાર કરવા માટે લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે.