પાકિસ્તાનની આ અભિનેત્રીને કરવી છે પીએમ મોદી વિરૂદ્ધ ફરિયાદ! ઈમરાન ખાનની ધરપકડ બાદ અભિનેત્રીએ શા માટે માગી દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-10 17:22:06

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ ગઈકાલે કરવામાં આવી હતી. જે બાદ પાકિસ્તાનમાં હિંસા ફાટી નિકળી હતી. ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે ઉપરાંત ધારા 144 લાગુ કરવામાં આવી છે. ત્યારે પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ એક ટ્વિટ કર્યું હતું જેને લઈ ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ફરિયાદ કરવાની માગ કરી છે. તો તેના જવાબમાં દિલ્હી પોલીસે રસપ્રદ જવાબ આપ્યો છે.

  

ફરિયાદ કરવા અભિનેત્રીએ માગી દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક! 

ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ પાકિસ્તાનમાં પરિસ્થિતિ બેકાબુ બની છે. હિંસા ફાટી નીકળી છે. સ્થિતિ પર કાબુ મેળવવા માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે પાકિસ્તાનની અભિનેત્રી સેહર શિનવારીની ટ્વિટ હાલ ચર્ચામાં આવી છે. મંગળવાર રાત્રે સેહરે ટ્વિટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવા ઓનલાઈન લિંક માગી છે. ટ્વિટમાં લખ્યું કે દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક કોઈને ખબર છે? મારે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુપ્તચર એજન્સી RAW વિરૂદ્ધ ફરિયાદ કરવી છે, તેઓ મારા દેશમાં આતંકવાદ ફેલાવી રહ્યા છે. જો ભારતની સુપ્રીમ કોર્ટ દાવો કરે છે એટલી સ્વતંત્ર છે, તો હું અપેક્ષા રાખું છું કે ત્યાં ન્યાય મળશે. 

પાકિસ્તાન હજુ અમારા અધિકાર ક્ષેત્રમાં નથી આવતું - દિલ્હી પોલીસ!

આ ટ્વિટ સામે આવતા દિલ્હી પોલીસે ટ્વિટ કરી હતી. દિલ્હી પોલીસે સેહરના ટ્વિટનો જવાબ આપ્યો હતો. દિલ્હી પોલીસે અભિનેત્રીને ટેગ કરીને લખ્યું કે પાકિસ્તાન હજુ અમારા અધિકાર ક્ષેત્રમાં નથી આવતું. હા, અમે ચોક્કસપણે જાણવા માગીએ છીએ કે તમારા દેશમાં ઈન્ટરનેટ બંધ છે તો તમે કેવી રીતે ટ્વિટ કરી રહ્યા છો. 


વર્લ્ડ કપ દરમિયાન પણ અભિનેત્રી આવી હતી ચર્ચા! 

આ પહેલી વખત નથી જ્યારે અભિનેત્રી ચર્ચામાં આવી છે. 2022 ટી-20 વર્લ્ડ કપ દરમિયાન શિનવારીએ કહ્યું હતું કે જો ઝિમ્બાબ્વે ટીમ ભારતને હરાવશે તો તે ઝિમ્બાબ્વેના છોકરા સાથે લગ્ન કરશે. તે પહેલા ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ટ્વિટ કર્યું હતું જેમાં ચૂંટણીમાં ભાજપને શરમજનક હાર મળશે. જો એ ન થાય તો પછી તમે જે ઈચ્છોએ મને કહેજો. ત્યારે ફરી એક વખત અભિનેત્રી દ્વારા કરવામાં આવેલું ટ્વિટ ચર્ચામાં આવ્યું છે.                  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?