સુરત પોલીસની આ કામગીરીએ જીતી લીધું લોકોનું દિલ! માતા-પિતાવિહોણી બાળકીના ચહેરા પર સ્મિત લાવવા કરાયો પ્રયાસ! જૂઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-06 12:12:17

કહેવાય છે દરેક સ્ત્રીમાં મમતા રહેલી હોય છે. આ વાતને સુરત પોલીસે સાચી પાડી છે. ગઈકાલથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલા પોલીસનો મમતા ભર્યો ચહેરો જોવા મળ્યો છે. આધાર વિનાની દીકરીનો આધાર સુરત પોલીસ બની છે. દીકરીની માતાનું નિધન કોરોનાના સમય દરમિયાન થઈ ગયું હતું. ત્યારે તેના પિતાએ પણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. માતા પિતાની છત્રછાયા દીકરીએ નાની ઉંમરે ગુમાવી દીધી ત્યારે હવે પોલીસ દીકરીને વ્હારે આવી છે. નોધારી બનેલી દીકરીની સાર સંભાળ સી ટીમ લઈ રહી છે. બાળકીને માતા પિતાની ગેરહાજરીનો અહેસાસ ન થાય તે માટે પોલીસ દ્વારા હૂંફ આપવામાં આવી રહી છે.

  

પિતાએ ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન! 

આપઘાત કરનારાઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં પણ ઝાડથી લટકેલા વ્યક્તિની લાશ મળી આવી હતી. પુણા-સારોલી બીઆરટીએસ જંક્શનથી વનમાળી જંક્શન વચ્ચે નહેરની બાજુમાં આવેલા ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિ મળી આવ્યો હતો. પોલીસને આ અંગે જાણ કરવામાં આવી. ઝાડની પાસે નાની બાળકી ઉભી હતી, જે સતત રડી રહી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી શરૂ કરી.


કોરોનામાં નેન્સીના માતાનું થયું મૃત્યુ!

બાળકી અંગેની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરવામાં આવી અને પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી ગઈ અને બાળકી કોણ છે તે અંગેની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન બાળકીનું નામ નેન્સી હોવાનું સામે આવ્યું અને જે વ્યક્તિએ ગળે ફાંસો ખાધો હતો તે તેના પિતા હતા. નેન્સી અંગે વધારે જાણકારી મેળવવાનો પોલીસે પ્રયાસ કર્યો ત્યારે જાણ થઈ કે તેની માતાનું મૃત્યુ કોરોના સમય દરમિયાન થઈ ગયું હતું. 


પિતાએ પણ આત્મહત્યા કરી લેતા દીકરી નોધારી બની!

આ અંગે જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે જાણ થઈ કે મૃતક ભાવનગરના વતની હતા અને શનિવારે વતનથી પરત ફર્યા બાદ તે બીઆરટીએસ જંક્શનથી વનમાળી જંક્શન વચ્ચે રોકાયા હતા. રાત્રે જ્યારે દીકરી સૂઈ ગઈ ત્યારે પિતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. નેન્સીએ માતાને કોરોનામાં ગુમાવી જ્યારે પિતાએ આત્મહત્યા કરી લીધી. આ બધી વાતો સાંભળી પોલીસ તેમજ ત્યાં હાજર લોકો ઈમોશનલ થઈ ગયા હતા. માતા પિતાનું છત્ર બાળકીએ ગુમાવી દેતા બાળકી એકદમ નોધારી થઈ ગઈ છે. પિતા પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું પરંતુ જ્યારે આધાર કાર્ડ વાળી જગ્યાએ તપાસ કરી ત્યારે ત્યાં કોઈ ન હતું. ત્યારે બાળકી વિશે કોઈ જાણતું હોય તો પોલીસને જાણ કરી એવી વિનંતી કરવામાં આવી છે.     


બાળકીની સંભાળ કરી પોલીસે માનવતા મહેંકાવી!

ત્યારે હાલ નેન્સીની સંભાળ હાલ શી ટીમ રાખી રહી છે. બાળકીને પરિવારની કમી મહેસૂસ ન થાય તેવી રીતે નેન્સીની દેખભાળ સી ટીમ દ્વારા રાખવામાં આવી રહી છે. દીકરીના કોઈ પરિજન નહીં મળે તો આગળ શું કરવું તે અંગે હાલ વિચારણા ચાલી રહી છે. પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીએ લોકોનું દિલ જીતી લીધું છે. પોલીસ નિરાધારનો આધાર બની દીકરીની સંભાળ રાખી રહી છે. લોકો પોલીસ દ્વારા કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.       



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?