Amreliના આ વૃદ્ધા 6 મહિનાથી ન્યાય માટે કરી રહ્યા છે રઝળપાટ, કંટાળીને ઈચ્છા મૃત્યુની કરી માંગ!


  • Published By :
  • Published Date : 2024-01-17 20:19:54

દુનિયાનો છેલ્લો છેડો એટલે ઘર એવું આપણે સાંભળતા આવ્યા છીએ પણ આજે એક એવા વૃદ્ધ બા અમારી પાસે આવ્યા હતા કે જેમને ખબર જ નથી કે હવે કયા જવું અને કયા રહેવું! જમાવટની ઓફિસે 84 વર્ષના વિધવા વૃદ્ધા આવી રડવા લાગ્યા, તો અમે તેમને પૂછ્યું કે શું થયું? તો એ બા એ કહ્યું કે મારુ ઘર કેટલાક લોકોએ તોડી નાખ્યું છે. અને હું છેલ્લા 5-6 મહિનાથી ઘર વગર ફરી રહી છું મારી આગળ પાછળ કોઈ નથી અને મારો દીકરો પણ મને રાખતો નથી. મે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે છતાંય કોઈ સાંભળતું નથી એટલે હું જમાવટની ઓફિસ આવી છું! આ સાંભળી અમને થયું કે આ માજીનું ઘર કોઈએ કેમ તોડી નાખ્યું અને તેમણે કેમ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે, એ બાબતે અમે આ વૃદ્ધ બા સાથે વાત કરી. 

આ માજીનું નામ છે નયનાબેન કાંતિલાલ જોશી, કે જે અમરેલી જિલ્લાના ધરાઇ ગામે આવેલ બાલમુકુન્દજીની હવેલી નજીક તેમનું 100 વર્ષ જૂનું મકાન હતું જ્યાં રહેતા હતા. જે મકાન તેમના માલિકીનું હતું છતાંય ટ્રસ્ટના કેટલા માણસો દ્વારા એમના મકાનને તોડી નાખી સામાન જપ્ત કરી લીધું છે તેવું નયના બેનનું કહેવું છે. જે મકાન તૂટયું છે એ મકાન અંદાજે 100 વર્ષ પહેલા તેમના સસરાના જીવનકાળમાં બન્યું હતું. પણ પછી એ મકાનને બાલમુકુન્દજી હવેલી ટ્રસ્ટમાં તેમના જ સબંધીઓની મરજીથી લેવામાં આવ્યું હતું. પણ એમને એ નહોતી ખબર કે ટ્રસ્ટના કારણે તેમનું મકાન તોડી નાખવામાં આવશે. અત્યારે આ માજી ઘર વગર નિરાધાર થઈ ગયા છે અને તેમણે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. 


આ મકાનને બાલમુકુન્દજી હવેલી ટ્રસ્ટમાં લેવામાં આવ્યું હતું અને ટ્રસ્ટના માણસો પણ નયના બેનના સગા સબંધીઓ અને સમાજના હતા જે વિશ્વાસથી નયના બેન એ વખતે કઈ બોલ્યા નહીં પણ એમને એ નહોતી ખબર કે ટ્રસ્ટમાં બીજા માણસો પણ આવશે અને તેમનું મકાન તોડી નાખશે. નયના બેન જ્યારે ઘરે હાજર નહોતા એ વખતે ટ્રસ્ટના લોકોએ પોલીસને સાથે રાખી તેમનું મકાન પાડી દીધું હતું. અને ઘરનું સામાન પણ પાછો નથી આપ્યો તેવું નયના બેન જણાવી રહ્યા છે. 


નયના બેનનું મકાન પાડી દેવામાં આવ્યું તેના પહેલા કોઈ નોટિસ પણ નહોતી આપવામાં આવી. જેની ફરિયાદ લઈને તેઓ છેલ્લા 5-6 મહિનાથી ફરી રહ્યા છે પણ સાંભળવા વાળું કોઈ નથી. તેમની ફરિયાદ પોલીસ દ્વારા પણ નથી લેવામાં આવી રહી. જેના કારણે તેઓ મંત્રીઓને, પત્રકારોને, પોલીસના અધિકારીઓને મળી મળી ને થાક્યા અને પછી એમણે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. નયના બેને પત્ર લખી ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગી છે. 


આ 84 વર્ષના વૃદ્ધ બા અત્યારે જ્યાં ત્યાં રહીને પોતાનો સમય વિતાવી રહ્યા છે. કારણ કે તેમના પતિ અને બીજા દીકરા આ દુનિયામાં હયાત નથી. એક મોટો દીકરો અમદાવાદ શહેરમાં રહે છે પણ 'માં ને નથી રાખતો' તેવું નયના બેનનું કહેવું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે