ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ચૂંટણીના સમય દરમિયાન દીવ-દમણમાં દારૂ બંધી કરી દેવામાં આવી છે. શિયાળાના સમયમાં ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે લોકો દીવ દમણ જઈ દારૂની મહેલી જમાવતા હોય છે. ત્યારે ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે ચૂંટણીના સમય દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણના વહીવટી તંત્રએ ચૂંટણીના સમય દરમિયાન દારૂબંધી કરવાનો નિર્ણય કર્યો છે.
6 દિવસ માટે દીવ દમણમાં રહેશે ડ્રાય ડે
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ થવાનું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. જેને કારણે ગુજરાતને અડીને આવેલા દીવ દમણ પ્રશાસને ચૂંટણીના સમય દરમિયાન દીવ દમણમાં દારૂબંધી કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત 29મી તારીખના સાંજના પાંચ વાગ્યાથી લઈ પહેલી ડિસેમ્બરના 5 વાગ્યા સુધી દારૂબંધી રહેશે. જે બાદ 3 ડિસેમ્બરથી પાંચ વાગ્યાથી લઈ 5 ડિસેમ્બરે સાંજના 5 વાગ્યા સુધી દીવ દમણમાં દારૂબંધી રહેશે. વહીવટી તંત્ર દ્વારા 6 દિવસ માટે ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે.