'ધી કેરાલા સ્ટોરી' ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરવા આ ધારાસભ્યે કરી માગ! આજની કેબિનેટ બેઠકમાં લેવાઈ શકે છે આ અંગે નિર્ણય!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-10 14:59:59

ધી કેરાલા સ્ટોરીને લઈ વિવાદ વધતો જઈ રહ્યો છે. અનેક રાજ્યોએ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે તો કોઈ રાજ્યએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે ગુજરાતમાં પણ ફિલ્મ કરમુક્ત કરવામાં આવે તેવી માગ ઉઠી છે. એક તરફ રાજ્યો ફિલ્મને કરમુક્ત કરી રહ્યા છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળની સરકારે અને તમિલનાડુની સરકારે ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે. આને કારણે ફિલ્મના પ્રોડ્યુસરે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે 12 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ફિલ્મ પ્રોડ્યુસરનું કહેવું છે કે ફિલ્મ પર પ્રતિબંધ હોવાને કારણે તેમને મોટા પાયે નુકસાન થાય છે.


ગુજરાતમાં ફિલ્મને કરમુક્ત કરવાની ઉઠી માગ!

અનેક એવી ફિલ્મો હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ધી કાશ્મીર ફિલ્મને લઈ વિવાદ છેડાયો હતો ત્યારે હવે કેરાલા સ્ટોરીનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓ દ્વારા ફિલ્મનું પ્રમોશન કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. ધર્મ હમેશાં રાજનેતાઓનો ફેવરિટ મુદ્દો રહેતો હોય છે. ત્યારે આ ફિલ્મમાં પણ જાણે રાજકારણની એન્ટ્રી થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશ તેમજ મધ્યપ્રદેશમાં આ ફિલ્મને કરમુક્ત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવે તેવી માગ રાજનેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ અને રમેશ ટીલાળાએ ગુજરાત સરકારને આ ફિલ્મ કરમુક્ત કરવા માટે માગ કરી છે.       


કેબિનેટ બેઠકમાં આ અંગે લેવાઈ શકે છે નિર્ણય!

ધી કેરાલા સ્ટોરીને લોકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મે કરોડોની કમાણી કરી લીધી છે. ત્યારે અનેક રાજ્યોમાં ફિલ્મને કરમુક્ત કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારે ફિલ્મને કરમુક્ત કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં પણ ફિલ્મને કરમુક્ત કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ત્યારે આજે આ અંગે નિર્ણય આજે મળનારી કેબિનેટની બેઠકમાં લેવાઈ શકે છે તેવી વાતો સામે આવી છે. આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. 


મહિલાઓ માટે કરાયું આયોજન!

મહત્વનું  છે જૂનાગઢના સાંસદ અને ધારાસભ્યે ધી કેરાલા સ્ટોરીને લઈ એક જાહેરાત કરી છે. જૂનાગઢમાં આ ફિલ્મ મહિલાઓ અને દીકરીઓને વિના મૂલ્યે બતાવવામાં આવશે. જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. તે સિવાય રાજકોટના ધારાસભ્યે ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરવામાં આવે તેવી માગ કરી છે. રાજકોટના બે ધારાસભ્ય ડો. દર્શિતા શાહ અને રમેશ ટીલાવાળાએ આ માગ કરી છે. સુરતમાં એક ચા વાળાએ ફિલ્મને લઈ પ્રોત્સાહિત કરવા ગજબની ઓફર લાવ્યા છે. ફિલ્મની ટિકિટ બતાવવા પર તેમને ચા કોફી મફતમાં આપવામાં આવશે.                



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...