ધારાસભ્ય પદ ઉપરથી બે ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. એક ધારાસભ્ય જેમણે રાજીનામું આપ્યું છે તે કોંગ્રેસ પાર્ટીના હતા અને બીજી ધારાસભ્ય આમ આદમી પાર્ટીના હતા. એક અઠવાડિયામાં બે રાજીનામા પડવાથી એવી ચર્ચાઓ તેજ બની હતી કે વધુ ધારાસભ્યો પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. આમ આદમી પાર્ટીના હશે કે કોંગ્રેસના તેની પર સૌ કોઈની નજર હતી આ બધા વચ્ચે આપના ધારાસભ્યે ભાજપમાં આવવાની તૈયારી બતાવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણએ કહ્યું કે જે સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તો હું ભાજપમાં આવવા તૈયાર છે.

કોંગ્રેસ તેમજ આપમાં પડી શકે છે ભંગાણ
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઓપરેશન કમલમ તેજ બની રહ્યું છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ અચાનક પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ તો કોંગ્રેસના ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. તેવી ચર્ચાઓ ચાલી રહી હતી વધુ ધારાસભ્યો પદને છોડી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યું તે બાદ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે આપમાં ભંગાણ પડી શકે છે. આપના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. એક તરફ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે આપના ધારાસભ્ય પદને અલવિદા કહી શકે છે પરંતુ સાંજે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં કહેવામાં આવ્યું કે તેઓ આમ આદમી પાર્ટીમાં રહેશે.

જો સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તો...
આપના ધારાસભ્ય હેમંત ખવા અને ઉમેશ મકવાણાએ પક્ષપલટો કરવાની વાતને નકારી હતી. તેમણે કહ્યું કે જેલમાં જઈશું પણ રાજીનામું નહીં આપીએ. મતદારોનો વિશ્વાસ અકબંધ રાખીશું. ઉપરાંત ઉમેશ મકવાણાએ એવો આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં ભાજપ ડરની રાજનીતિ કરી રહી છે. મારી અને મારા પરિવારની રેકી થઈ રહી છે. ભાજપ ગમે તેટલા હથકંડા અજમાવે પણ હું આપમાં જ રહીશ. હું જ નહીં, આપના બધાય ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર છીએ પણ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર બંધ કરે અને દિલ્હીની જેમ શાળા-કોલેજોમાં ટોપનું શિક્ષણ આપવામાં આવે.

ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને લખ્યો હતો પત્ર
મહત્વનું છે કે આ એ જ ધારાસભ્ય છે જેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો જેમાં તેમણે માગ કરી હતી કે તેમની સંપત્તિની તપાસ કરવામાં આવે. એવી પણ માહિતી સામે આવી છે કે તે થોડા સમયની અંદર જ પોતાની આવક સંપત્તિની વિગતો સાથે એફિકેવિટ જાહેર કરશે. ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપમાં જવાની તૈયારી દર્શાવતા ધારાસભ્ય સાચે ભાજપમાં જાય છે કે પછી પોતાની વાત પર મક્કમ રહે છે..