આ નેતાએ ભાજપના કમલમમાં બેસી AAPને શ્રેષ્ઠ ગણાવી


  • Published By :
  • Published Date : 2022-11-11 18:26:12

ગુજરાત વિધાનસભા ચુંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેમાં રાજકીય પક્ષોના અલગ અલગ રંગ દેખાઈ રહ્યા છે પક્ષ પલટાની સિઝન ચાલી રહી છે,રાજકોટમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે જેમાં રાજ ભા ઝાલાએ આમ આદમી પાર્ટી છોડીને ફરી કેસરીયો ધારણ કર્યો છે આજે કમલમ્ ગાંધીનગરના ભાજપના મુખ્ય કાર્યાલય પર જઈને તેમણે ભાજપમાં જોડાવાની વિધિ પૂર્ણ કરી છે. જોકે જાણે હજુ પણ મનથી આપને છોડી શક્યા ન હોય તેમ તેમણે ભાજપના કમલમ કાર્યાલય પર બેસીને ભુલથી કહી દીધું કે AAP શ્રેષ્ઠ સંગઠન છે. જોકે બાદમાં પોતાની ભુલ સુધારી લીધી હતી.


રાજભા ઝાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આજે ભાજપમાં જોડાવવાથી આનંદની લાગણી અનુભવું છું. ભાજપ સાથે પહેલા 18 વર્ષથી સંગઠનમાં કામ કર્યુ છે. રાજકીય પરિબળોના કારણે ભાજપ પાર્ટી છોડી હતી. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર જિલ્લામાં આમ આદમી પાર્ટીના સક્ષમ નેતાઓમાં સ્થાન ધરાવે છે રાજભા ઝાલા તેઓ અત્યારે બીજા ટેકેદારો સાથે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?