ભારત દેશમાં આ જ તો થાય છે... શા માટે સીએમની ટ્વિટ પર યુઝરે કરી આવી કમેન્ટ? અમદાવાદમાં સર્જાયેલા અકસ્માત સાથે જોડાયેલી છે ટ્વિટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-20 11:30:02

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ડમ્પર અને થારનો અકસ્માત થયો. ડમ્પર વાળો તો નીકળી ગયો પણ થાર ત્યાં જ હતી, રાત્રે નીકળતા લોકો અકસ્માત જોવા માટે ત્યાં ઉભા રહ્યા. પોલીસના કર્મચારીઓ જેમાં કોન્સ્ટેબલ, હોમગાર્ડ પણ ત્યાં હાજર રહીને સ્ટેટમેન્ટ નોંધી રહ્યા હતા ત્યાં જ અમદાવાદના ગોતા વિસ્તારના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલના યુવાન દિકરા તથ્ય પટેલની જેગુઆર આવે છે.100થી વધારેની સ્પીડ પર ચાલતી ગાડીએ અનેક લોકોને પોતાની અડફેટે લીધા અને 9 લોકોના મોત થઈ ગયા. 

મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને સહાય આપવાની કરી જાહેરાત

ઘટનામાં 9 લોકોના મોત થયા. ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો અને સહાય આપવાની જાહેરાત કરી છે. ટ્વિટ કરી સીએમે લખ્યું કે અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે. પરંતુ સીએમની ટ્વિટ પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. મુખ્યત્વે લોકો કહી રહ્યા છે કે શું પૈસા આપવાથી લોકોના જીવ પાછા આવશે? 


સીએમની ટ્વિટ પર લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા 

જ્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાય તે બાદ મૃતકોના પરિવારને તેમજ ઈજાગ્રસ્તોને સહાયની રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં  આવતી હોય છે. ઉપરાંત અનેક વખત કેન્દ્ર સરકાર દ્વારા પણ ચૂકવવામાં આવતી હોય છે. ત્યારે ઈસ્કોન બ્રિજ પર નબીરાની ગાડીથી દુર્ઘટના સર્જાઈ અને 9 લોકોના મોત થયા. આ ઘટનાને લઈ સવારથી સમાચાર ચાલી રહ્યા છે. ત્યારે આ ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો છે અને સહાય આપવાની જાહેરાત કરી છે. પરંતુ તેમની ટ્વિટ પર અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. 


બીજાના ભૂલની સજા નિર્દોષ લોકો કેમ ભોગવે? 

JV નામના વ્યક્તિએ લખ્યું કે સાહેબ, આ એક સારી ચેષ્ટા છે. પરંતુ શું આ રૂપિયા સરકારી તિજોરીમાં થી ભલે અત્યારે તુરંત સહાય માટે આપવામાં આવે પરંતુ આનાથી દસ ગણા રૂપિયા પેલા નબીરા પાસેથી જે એક અબજોપતિ ની ઓલાદ છે એની પાસેથી વસુલવા માટે કોઈ કાર્યવાહી ન થઈ શકે? ભૂલ એની એમાં જનતા એ શા માટે ભોગવવું રહ્યું? વિચાર કરજો. તો કિષ્નાએ લખ્યું કે સાહેબ સહાય આપવાથી માણસ પાછા નહીં આવે તાકાત હોય સરકારની તો દાખલો બેસાડો જેથી અમે આપને આપેલાં વોટની કિમત થાય આપ પાસેથી અપેક્ષા છે અમને. તો સૌરભ પટેલે લખ્યું કે સજા ક્યારે અપાવશે? તો માહિર પટેલ નામના વ્યક્તિએ લખ્યું કે પોલીસ વાળા પૈસા લઈને કેસ દબાવી દેશે. આજ તો થાય છે ભારત દેશમાં. આવા અનેક યુઝર્સ છે જેમણે પોતાની સંવેદના સીએમના ટ્વિટમાં દર્શાવી છે.          











ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?