મહાશિવરાત્રીને હિંદુ ધર્મમાં વિશેષ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે, રાત્રે જાગરણ કરે છે ઉપરાંત આખો દિવસ ભગવાનના ગુણગાન ગાય છે. આપણા શાસ્ત્ર ન માત્ર ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું હોય છે. આપણામાંથી પણ અનેક લોકો ભક્તીભાવ સાથે ઉપવાસ કરે છે પરંતુ તેની પાછળ રહેલા કારણને નહીં જાણતા હોઈએ.
આપણા તહેવારો ઋતુઓ પર હોય છે આધારિત
જો તમને પૂછવામાં આવે કે મહાશિવરાત્રી કેમ ઉજવવામાં આવે તો મોટાભાગના લોકોનો જવાબ હશે કે શિવ અને પાર્વતીનું લગ્ન થયા હતા. અને સામાન્ય લોકો આવું જ વિચારતા હશે. આપણા તહેવારોની પણ વાત કરીએ તો હોળી, દિવાળી, બકરી ઈદ, લોહરી, બધા પાછળ જવાબદાર છે એક ચોક્કસ કારણ, જે ભૌગોલિક હોય છે અથવા ઋતુ આધારિત હોય છે માટે જ તેને વર્ષના એક ચોક્કસ દિવસે જ મનાવામાં આવે છે.
શા માટે મહાશિવરાત્રીના દિવસે હોય છે ઉંઘવાની મનાઈ?
સામાન્ય રીતે દર મહિને શિવરાત્રી આવતી હોય છે. પરંતુ મહાશિવરાત્રી એક જ હોય છે. મહા મહિનામાં આવતી શિવરાત્રીને મહાશિવરાત્રી કહેવામાં આવે છે. શિવરાત્રી એટલે અમાસ પહેલાના દિવસની રાત, આ રાત આખા મહિનાની એવી રાત હોય છે જે મહિનામાં સૌથી અંધારી હોય છે. પણ ખાલી આ વાત જ સાચી નથી.. શિવથી જોડાયેલું બીજુ પણ રહસ્ય છે. મહાશિવરાત્રિના દિવસે સૂવાની મનાઈ કરવામાં આવે છે અને રાતભર લોકોને જગાડવામાં આવે છે અથવા લોકોને કહેવામાં આવે છે કે શિવરાત્રિની રાત્રે સૂવું ન જોઈએ.. આની પાછળ પણ કારણ રહેલું છે..
મહાશિવરાત્રીની રાત્રે યોગની મુદ્દામાં બેસવાથી થાય છે અનેક ફાયદા
મહાશિવરાત્રિ એટલે એ રાત જ્યારે સૂરજ ધરતીની ભૂમધ્ય રેખા એટલે કે વિષુવવૃત રેખાની સીધી સામે હોય છે. આપણા પ્રાચિન ગ્રંથોમાં ઋષિમુનીઓએ તેને વિષુવ કહ્યું છે. આ એ રાત હોય છે જ્યારે ધરતી પર દિવસ અને રાત બરાબર હોય છે. આ સમયે એક ખગોળિય ઘટના થાય છે કે ધરતીથી જે મેગનેટિક ફિલ્ડ એટલે કે વિદ્યુત તરંગો ઉત્પન્ન થાય છે તે નીચેથી ઉપર બાજુ જાય છે. જેને આપણે ઊર્જા કહીએ છીએ અને આવી જ ઊર્જા જે જગ્યાઓ પર પહેલા વધારે હતી તે તે જગ્યા પર ભારતમાં મંદિરો બનાવામાં આવ્યા છે. આ જે ઊર્જા પેદા થાય છે તેને વિજ્ઞાનની ભાષામાં અપકેન્દ્રીય બળ અથવા અંગ્રેજીમાં આને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે આપણું શરીર પણ આ ધરતીનો જ ભાગ છે અને ધરતીથી જ આપણે પેદા થયા છે. એટલે એ રાત્રે આપણે આપણા શરીરને સીધું રાખીએ અથવા યોગની મુદ્રામાં બેસીએ અથવા પગ પર ઊભા રહીએ તો તેનાથી ઊર્જા પેદા થાય છે. આ જ કારણ છે કે મહાશિવરાત્રિની રાત્રે લોકોને જાગરણ કરવાનું કહેવામાં આવે છે.
શિવરાત્રીને ચેતનાની રાત પણ કહેવાય છે
આવું કરવા પાછળ ઉદ્દેશ્ય હોય છે કે જે લોકોની કરોડરજ્જુ ઉભી છે તેમને પૂરો લાભ થાય, આ પ઼ૃથ્વી પર બધાની કરોડરજ્જુ ઉભી નથી કૂતરા બિલાડા બધાની કરોડરજ્જુ આડી છે. પણ માણસ અને વાંદરા જેવા પ્રાણીની કરોડરજ્જુ સીધી છે. જો કરોડરજ્જુ ત્યારે ઉભી હોય તો ઊર્જાનો પ્રવાહ સીધો મસ્તિસ્ક સુધી થાય છે અને તેના માટે જ શિવરાત્રિને જાગૃતિ અથવા ચેતનાની રાત કહેવામાં આવે છે. વિચાર કરો આપણા ઋષિ મુનીઓને આ વાત સૈકાઓ પહેલા ખબર હતી, આધુનિક વિજ્ઞાનને તો ચુંબકિય ઊર્જા વિશે હમણા ખબર પડી.
ઋષિમુનીઓએ વિજ્ઞાનને જોડ્યું ધર્મ સાથે
મહાશિવરાત્રિ ઉજવવા પાછળનો ઋષિ મુનીઓનો ઉદ્દેશ્ય એ હતો કે આપણે તે ઊર્જાને આપણા શરીર અને આપણા જીવનમાં ઉતારીએ... એ ઊર્જા એટલે સકારાત્મક ઊર્જા... પણ લોકો કોઈ વાત એમને એમ ન માને એટલા માટે વિજ્ઞાનની અંદર ધાર્મિક બાબતો ઉમેરી દેવામાં આવી જેથી લોકોની શ્રદ્ધા તેમાં જોડાય અને લોકો ભૌતિક વિજ્ઞાનથી જોડાયેલી પ્રવૃતિ કરવામાં ભાગ લે. અત્યારના સમયમાં જેને બિગ બેંગ કહેવામાં આવે છે તેની શરૂઆત પણ આ જ સમયમાં થઈ હોઈ તેવી લોકોમાં માન્યતા પણ તે સાચુ કેટલું છે ખોટું કેટલું છે અમને નથી ખબર... પુરાણોમાં આને જ અગ્નિલિંગ કહેવામાં આવ્યું છે કે આ સમયમાં અગ્નિલિંગનો ઉદય થયો હતો.