બ્રિટેનમાં રાજા રાણીની આ હોય છે ભૂમિકા! વિધી વિધાન સાથે થઈ ચાર્લ્સ-કેમિલાની તાજપોશી! 70 વર્ષ બાદ યોજાયો સમારોહ !


  • Published By :
  • Published Date : 2023-05-07 11:33:00

ભારતમાં એક સમય એવો હતો જ્યારે રાજાઓ રાજ કરતા હતા. આપણે ત્યાંથી રાજાશાહીનો જમાનો ગયો એનો જમાનો ગયો પરંતુ બ્રિટનમાં હજુ પણ રાજાનું શાસન ચાલી રહ્યું છે. આજે કિંગ ચાર્લ્સ IIIનો રાજ્યાભિષેક થયો. બ્રિટનના કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાનો તાજપોશી સમારોહ યોજાયો હતો. પણ સવાલ અહીં એ થાય કે ચાર્લ્સ રાજા તો બની ગયા પણ તેમને કામ શું કરવાનું હોય છે કારણ કે ત્યાં પણ સંસદ છે. તેમના માતા ક્વીન એલિઝાબેથ સેકન્ડ પણ દાયકાઓ સુધી રાણી રહ્યા પણ  તેમને કામ શું કરવાનું હોય છે.

किंग चार्ल्स

બ્રિટેનમાં રાજા-રાણીની આ હોય છે જવાબદારી!

આપણે ત્યાં સંસદીય પ્રણાલી છે પણ બ્રિટનમાં સંસદીય રાજપ્રણાલી છે. આપણે અહીંયા જેમ રાષ્ટ્રપતિ છે તેવી જ રીતે બ્રિટનમાં રાજા કે રાણી હોય છે. પદ મળે છે તો જવાબદારી પણ આપોઆપ આવી જાય છે. જો કિંગ કે ક્વીનના જવાબદારીઓની વાત કરીએ તો કિંગના સૌથી મોટા કામમાંથી એક છે બ્રિટનની ચૂંટણી પછી સરકારની પસંદગી કરવી. 


સરકાર બનાવા જીતેલા પક્ષને આપે છે આમંત્રણ!

આપણે ત્યાં જેમ ચૂંટણી જીતનાર પાર્ટીને સરકાર બનાવા રાષ્ટ્રપતિ આમંત્રણ આપે છે તેમ ત્યાં ચૂંટણી જીતનાર પાર્ટીના નેતાને કિંગ સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે. અને તેમને બકિંઘમ પેલેસ બોલાવામાં આવે છે. કિંગ ધારે તો ચૂંટણી પહેલા સરકાર ભંગ પણ કરી શકે છે. તે સિવાય આપણે ત્યાં કોઈ બિલ પાસ કરવાનું હોય તો તેમાં રાષ્ટ્રપતિના હસ્તાક્ષર જોઈએ તેવું ત્યાં પણ થાય છે. સંસદમાં બિલ બને છે અને પછી તેને કાયદો બનાવા માટે રાજા પાસે સહી કરવા મોકલાવાય છે. આ સિવાય રાજા કોમનવેલ્થ દેશોના રાષ્ટ્ર પ્રમુખ પણ કહેવાય છે. તો કિંગ ચાર્લ્સના ફોટો પણ નોટ પર જોવા મળશે.. અત્યાર સુધી રાણીનો ફોટો ચાલતો હતો જે હટશે અને કિંગ ચાર્લ્સ થર્ડનો ફોટો ઉમેરાશે... 

Image

Image

બ્રિટનમાં ચાર્લ્સ- કેમિલાની થઈ તાજપોશી!

બ્રિટનના રાજા ચાર્લ્સ થર્ડે વેસ્ટમિંસ્ટર એબેમાં શપથ લઈ લીધા છે.. તેમની તાજપોશી પણ થઈ ગઈ છે. દુનિયાભરના લોકો કિંગના શપથ સમારોહમાં ભાગ લેવા આવ્યા હતા. આર્કબિશપે તમામ ધાર્મિક વિધિઓ પછી કિંગ ચાર્લ્સ અને રાણી કેમિલાને તાજ પહેરાવ્યો હતો. ચાર્લ્સે ખ્રિસ્તીઓના પવિત્ર ગ્રંથ પર હાથ મૂકીને શપથ લીધા હતા. બ્રિટિશ શાહી પરિવારમાં 70 વર્ષ બાદ આ સમારોહ યોજાયો હતો. મહેમાનોની વાત કરીએ તો અમેરિકાના ફર્સ્ટ લેડી, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોં રાજાની તાજપોશીમાં આવ્યા હતા. આ સમારોહનો ખર્ચ યુનાઈટેડ કિંગડમ સરકાર ઉઠાવતી હોય છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે