ડ્રાય સ્ટેટ કહેવાતા ગુજરાતની આ છે વાસ્તવિક્તા! પહેલા શિક્ષક નશાની હાલતમાં ઝડપાયા અને પછી પોલીસ! જાણો વિગતો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-03 13:36:07

ગુજરાતને આમ તો ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. પરંતુ ઘણી વખત એવા સમાચારો સામે આવતા હોય છે જે આપણને વિચારતા કરી દેતા હોય છે કે ડ્રાય સ્ટેટ છે તો આવી હાલત છે જો ન હોત તો? સમાચારોને જોઈ લાગતું હોય છે કે આ વાત માત્ર પેપર પર જ છે. પ્રતિદિન આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં લોકો તો ઠીક પરંતુ સારી પોસ્ટ પર બેઠેલા લોકો દારૂના નશામાં જોવા મળતા હોય છે. મહત્વની વાત તો એ છે કે અધિકારીઓ જ વધારે પડતા નશાની હાલતમાં દેખાય છે. થોડા દિવસ પહેલા મહિસાગરથી એક શિક્ષક નશાની હાલતમાં મળ્યા હતા ત્યારે હવે પીએસઆઈ નશાની હાલતમાં ઝડપાયા હતા. 


પીએસઆઈ દેખાયા નશાની હાલતમાં!

કાયદાનું પાલન કરાવવાની જિમ્મેદારી પોલીસ પર રહેતી હોય છે. જો કોઈ કાયદો તોડે છે તો તેની વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરતા હોય છે. ત્યારે મળતી માહિતી અનુસાર કોન્સ્ટેબલે પીએસઆઈ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે જેમાં પીએસઆઈ નશાની હાલતમાં હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધ્રાંગધ્રા તાલુકા પીએસઆઈ વી.બી.વસાવા તાલુકા પોલીસ મથકના કંપાઉન્ડમાં લથડીયા ખાતા અને દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. પીએસઆઈના નશાની હાલતમાં હોવાના સમાચાર મળતા પોલીસ બેડામાં અને ખાસ તો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.    

મહિસાગરમાં શિક્ષક શાળામાં આવ્યા હતા દારૂ પીને!

ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાથી પણ એક આવો જ કિસ્સો સામે  આવ્યો હતો. તેમાં એક શિક્ષક શાળામાં દારૂ પીધેલી હાલતમાં પહોંચ્યા હતા. શિક્ષણ અધિકારી અવનીબા મોરીને આ અંગે ફરિયાદ મળી હતી. જેને લઈ તેમણે શાળાની સરપ્રાઈઝ વિઝીટ લીધી અને વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદોના આધારે શિક્ષણમંત્રીના મતવિસ્તારમાં આવેલી શાળાની મુલાકાત લીધી હતી. તપાસ કરવા વાછલાવાડા પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા અને ત્યાં ફરજ પરના શિક્ષક કે જેઓ આચાર્ય પણ છે તે નશાની હાલતમાં દેખાયા હતા. જ્યારે શિક્ષણ અધિકારીએ આચાર્ય સાથે વાતચીત કરી તે દરમિયાન તે લથડીયા ખાતા દેખાયા હતા. જેને લઈ અધિકારીને શંકા ગઈ અને તપાસ કરી હતી. 


નશાની હાલતમાં મામલતદાર આવ્યા હતા ઓફિસે

એટલું જ નહીં તે પહેલા પણ એક અધિકારીનો વીડિયો વાયરલ થયો હતો. કડાણામાં ગત 31 ડિસેમ્બરના રોજ નાયબ મામલતદારનો દારૂ પીતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક અધિકારી દારૂ ભરેલો ગ્લાસ હાથમાં રાખી નજરે ચડ્યો હતો. જે વીડિયો સામે આવ્યો હતો તેમાં તે કહી રહ્યા હતા કે હું આવતીકાલે પણ એ જ બોલીશ, જે પીધેલી હાલતમાં બોલું છું. વીડિયો વાયરલ થયા બાદ તેની વિરૂદ્ધ એક્શન લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા નાયબ મામલતદારના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં અને ચકાસણી માટે ગાંધીનગર FSL ખાતે મોકલવામાં આવ્યાં હતાં, જેનો રિપોર્ટ આવતાં 0.05 કરતાં વધુ માત્રામાં ઇથાઇલ આલ્કોહોલની માત્રા મળી આવી હતી. તે અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.  


આવા તો એવા અનેક કિસ્સાઓ હશે જે સામે નથી આવતા 

આ તો આવી ઘટનાઓ છે જે પ્રકાશમાં આવી છે, એવા ઉદાહરણ છે જે સામે આવ્યા છે. એવા અનેક લોકો છે જે નશાની હાલતમાં મળી આવે છે. જે લોકો પર સમાજને સુધારવાની જવાબદારી હોય તેવા જ લોકો નશામાં ડૂબેલી હાલતમાં મળી આવે છે,એ પછી શિક્ષક હોય કે પછી પોલીસ વિભાગમાં કામ કરતા અધિકારી. આદિવાસી જિલ્લાના અનેક વિસ્તારો એવા છે જ્યાં દારૂ નહીં તો તાડી પીને પણ નશો કરે છે. નશો કર્યો વગર રહી શકાતું નથી.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?