Gas Cylinderના ભાવ ઘટાડા અંગે વિપક્ષી નેતાઓની આવી પ્રતિક્રિયા, કોઈએ નિર્ણયને ગણાવ્યો चुनावी लॉलीपॉप તો કોઈએ I.N.D.I.A સાથે જોડ્યો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-30 13:12:31

દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવવાની છે. ચૂંટણી હોવાને કારણે સરકાર એવા અનેક નિયમો લઈ રહી છે જેની સીધી અસર સામાન્ય તેમજ મધ્યમ પરિવારને પડે. આવી વાતો એટલા માટે લોકોમાં કરવામાં આવી રહી છે કારણ કે કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. રક્ષાબંધનના તહેવાર પર કેન્દ્ર સરકારે બહેનોને ગિફ્ટ આપી છે તેવી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી. 29 ઓગસ્ટે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી અને આજથી આ ભાવ બદલીનું અમલીકરણ પણ શરૂ થઈ ગયું છે. 

ખડગેએ આ નિર્ણયને “चुनावी लॉलीपॉप” ગણાવ્યો 

ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અચાનક કરવામાં આવેલા ભાવ ઘટાડાને કારણે વિપક્ષ સરકાર પર શાબ્દિક પ્રહાર કરી રહી છે. ભાજપને હરાવવા માટે અનેક વિપક્ષી પાર્ટીઓએ ગઠબંધન કર્યું છે જેને I.N.D.I.A તરીકે ઓળખવામાં આવે છે. ભાવ ઘટાડા બાદ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે  ભાવ ઘટાડા પર બોલ્યા છે જેમાં તેમણે કહ્યું કે "साढ़े 9 सालों तक ₹400 का LPG सिलेंडर, ₹1100 में बेच कर, आम आदमी की ज़िंदगी तबाह करते रहे, तब कोई “स्नेह भेंट” की याद क्यों नहीं आई ? भाजपा सरकार ये जान लें कि 140 करोड़ भारतीयों को साढ़े 9 साल तड़पाने के बाद “चुनावी लॉलीपॉप” थमाने से काम नहीं चलेगा।आपके एक दशक के पाप नहीं धुलेंगे।" 

તેજસ્વી યાદવે પણ ભાવ ઘટાડા અંગે આપી પ્રતિક્રિયા  

તે સિવાય સુપ્રિયા સુલેએ પણ ભાવ ઘટાડા અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ ઈલેક્શન માટે છે, સાડા ચાર વર્ષ સુધી ભાવમાં ઘટાડો કેમ ન કર્યો? કર્ણાટકની સરકારે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે ભાજપને રિઝેક્ટ કરી એટલા માટે ભાજપ ડરી ગઈ છે. તે સિવાય તેજસ્વી યાદવે પણ ભાવ ઘટાડા અંગે ટ્વિટ કરી છે. INDIA की लोकप्रियता और जनहित के मुद्दों से घबराकर 9 साल जनता को लूटने वाली मोदी सरकार ने घरेलू गैस सिलेंडर में कुछ कटौती की है। देखते जाइए, इनसे पेट्रोल-डीजल और खाद्य पदार्थों के दाम भी कम करायेंगे। पूँजीपतियों को देश बेचने से भी बचायेंगे।

ભાવ ઘટાડાને મમતાએ ગણાવ્યો "INDIA का दम!"

તે સિવાય આ મુદ્દે મમતા બેનર્જી પણ આક્રામક દેખાઈ હતી. મમતાએ આ ભાવ ઘટાડાને ઈન્ડિયા ગઠબંધનની જીત ગણાવી છે. ટ્વિટમાં મમતા બેનર્જીએ લખ્યું કે "अब तक, पिछले दो महीनों में INDIA गठबंधन की केवल दो बैठकें हुई हैं और आज हम देखते हैं कि LPG की कीमतें 200 रुपये तक कम हो गई हैं. ये है INDIA का दम!"



મોંઘવારીનો માર સહન કરવા મજબૂર મધ્યમ પરિવાર 

મહત્વનું છે કે મોંઘવારીનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. કોઈ વખત શાકભાજીના ભાવમાં વધારો થાય છે, તો કોઈ વખત ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો થાય છે. કોઈ વખત દાળના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત તેલની કિંમત આસમાને પહોંચી જાય છે. વધતી મોંઘવારી વચ્ચે મધ્યમ પરિવાર માટે ઘર ચલાવવું ઘણું અઘરૂં સાબિત થાય છે. લાફો મારીને પણ ગાલ લાલ રાખવો પડે તેવી પરિસ્થિતિ મધ્મપરિવારની થતી હોય છે. ત્યારે આવનાર સમયમાં મોંઘવારી પર અંકુશ આવશે કે નહીં તે જોવું રહ્યું.   




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.