અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. જેમાં થોડા થોડા દિવસનાં અંતરે જ ત્રણ વિમાન ભરીને ભારતના પણ અનેક લોકોને પાછા મોકલ્યા છે. અમેરિકા તેની જગ્યાએ સાચુ છે ગેરકાયદેસર રીતે કોઈ પોતાના દેશમાં વસે અને તેના કારણે પોતાના દેશનાં નાગરિકોની રોજગારી છીનવાતી હોય તેમજ બીજી પણ ઘણી બધી સમસ્યાઓ વધતી હોય તો આવામાં અમેરિકા દ્વારા લેવાયેલો નિર્ણય તેમની દ્રષ્ટિએ સાચો છે.
પરંતુ હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. જે રીતે ભારતીયોને પાછા મોકલાઈ રહ્યા છે એ વ્યવહાર કેટલી હદે યોગ્ય છે? એકતરફ અમેરિકા ભારતને પોતાનુ મિત્ર બતાવી રહ્યુ છે અને બીજી તરફ એ જ અમેરિકા ભારતીય નાગરિકોને સામાન્ય અને સરળ રીતે પાછા નહીં મોકલીને તેઓને અડધૂત કરીને હાથ અને પગમાં બેડીઓ પહેરાવીને મોકલે છે. આનાથી પણ વધારે પંજાબના પરત ફરેલા નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને અને કેટલો ખરાબ વ્યવહાર કરીને તેમને પાછા મોકલયા છે. ભારતના જે શીખ નાગરિકો છે જેમના માટે તેમનાં માથા પરની પાઘડી એ પોતાના આત્મ સમ્માનનું પ્રતિક છે એ પાઘડી અમેરિકા દ્વારા ઉતરાવવામાં આવે છે
ટ્રમ્પ દ્વારા કહેવાઈ રહ્યુ છે કે, ભારત સાથેના તેમના સંબંધો હવે વધુ ગાઢ થઈ રહ્યા છે. તો મિત્ર દેશનાં નાગરિકો સાથે આટલો ખરાબ વ્યવહાર શા માટે?
અન્ય દેશોની સરખામણીએ ભારતનાં નાગરિકો સાથે થોડુ નરમ વલણ અપનાવીને સીધી સરળ રીતે જો ભારત પાછા મોકલ્યા હોત તો એમની ગાઢ મિત્રતા વાાળો શબ્દ સાર્થક સાબિત થાત.