TET-TAT ઉમેદવારોએ આ રીતે આગળ વધાર્યું આંદોલન! જ્ઞાન સહાયક પ્રોજેકટના વિરોધમાં હવે યુવાનોએ આમને કરી રજૂઆત, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-09 15:31:18

ગુજરાતના ભાવિ શિક્ષકોને ગુજરાત સરકારની કોન્ટ્રાક્ટવાળી જ્ઞાન સહાયક યોજનાથી વાંધો છે. તેમણે આ મામલે અનેકવાર ગાંધીનગરમાં વિરોધ પણ કર્યો છે, ધરણા પણ કર્યા છે, મંત્રીઓને પણ મળ્યા છે, શિક્ષણ સચિવને પણ મળીને રજૂઆત કરી છે, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, મહાદેવજી, હનુમાનજીને પત્ર લખીને રજૂઆત પણ કરી છે પણ કંઈ થયું નથી. સરકાર પણ પોતાની યોજના પર મક્કમ છે અને વિદ્યાર્થીઓ પણ પોતાના વિરોધ સાથે મક્કમ છે. 

સંતોને ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે રજૂઆત

નેતાઓ, મંત્રીઓ, સરકારી બાબુઓ, વિપક્ષ બધા પાસે રજૂઆત બાદ પણ કંઈ વળ્યું નહીં તો હવે વિદ્યાર્થીઓ સંતોના શરણે ગયા છે. વિદ્યાર્થીઓ એ સંતો પાસે જઈને રજૂઆત કરી છે જે સંતોએ હમણા થોડા સમય પહેલા વિરોધ કર્યો હતો ત્યારે ગુજરાત આખું એક જ વિષય પર ચર્ચા કરી રહ્યું હતું. 



સાધુ-સંતોના શરણે ટેટ-ટાટના ઉમેદવાર 

ગુજરાત સરકારની કરાર આધારિત યોજના એટલે કે જ્ઞાન સહાયક યોજના સામે ભાવિ શિક્ષકોને વાંધો છે જેના કારણે તે વિરોધ કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક યોજના રદ કરી દેવામાં આવે, પોતાના હેતુને સિદ્ધ કરવા સાધુ સંતોના શરણે ગયા છે. ભાવિ શિક્ષકોએ બનાસકાંઠાના કાંકરેજના વાળીનાથ મહાદેવના શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપૂરી બાપુ સાથે મુલાકાત કરી હતી. 



જાનકીદાસ બાપુએ સરકારને આપ્યું અલ્ટિમેટમ 

શિક્ષકોએ બાપુ પાસે રજૂઆત કરી હતી કે સંતોના માધ્યમથી સરકારમાં રજૂઆત કરાવો અને જ્ઞાન સહાયક રદ કરાવો. ત્યાર બાદ જ્ઞાન સહાયકના વિરોધમાં ઢીમાના મહંત શ્રી જાનકીદાસ બાપુ સાથે મુલાકાત કરી હતી જ્યાં બાપુને અને ધરણીધર ભગવાનને પણ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. રજૂઆત બાદ જાનકીદાસ બાપુએ સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. 



જ્ઞાનસહાયક યોજના રદ્દ કરવામાં આવે તેવી ઉઠી માગ 

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ વિદ્યાર્થીઓ વતી સરખેજ ભારતી આશ્રમમાં ઋષિ ભારતી બાપુની મુલાકાત કરી હતી. ઋષિ ભારતી બાપુ સાથે મુલાકાત કરી યુવરાજસિંહ જાડેજાએ જ્ઞાન સહાયક ભરતી રદ કરવા વિદ્યાર્થીઓ વતી માગ રાખી હતી. યુવરાજસિંહ જાડેજાએ બાપુ સામે માગ રાખી હતી કે વિદ્યાર્થીઓની વેદના તે સરકાર સુધી પહોંચાડે જેથી જ્ઞાન સહાયક યોજના રદ કરી દેવામાં આવે. 



સાધુ-સંતોનો ટેકો ઉમેદવારોને મળશે કે નહીં?

બનાસકાંઠાના સૂઈગામના ભાવિ શિક્ષકોએ કટાવના મહંતને જ્ઞાન સહાયક રદ કરવા રજૂઆત કરી હતી. વિદ્યાાર્થીઓ પાસેથી મુદ્દો સમજ્યા બાદ અને ચર્ચા બાદ કટાવ મહંતે તેમની વાત સરકાર સુધી પહોંચાડવા બાહેંધરી આપી હતી. શિક્ષણ વિભાગ, શિક્ષણ સચિવ, શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, મહાદેવ, વિપક્ષ અને હવે શિક્ષકો સાધુ સંતોને શરણે ગયા છે તો તેના અવાજના પડઘાને ટેકો મળશે કે નહીં એ જોવાનું રહેશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?