ગુજરાતને આપણે વિકસીત રાજ્ય માનીએ છીએ.. મહદ અંશ સુધી ગુજરાત વિકસીત છે.. વિકાસના કામો થયા છે તેની ના નથી પરંતુ તે વિકાસ છેક છેવાડાના ગામ સુધી નથી પહોંચ્યો. અનેક અંતરિયાળ વિસ્તારો એવા છે જ્યાં આજે પણ રસ્તો નથી.. સામાન્ય રસ્તા તેમના ત્યાં બને તેની રાહ જોઈને બેઠા છે.. રોડ નથી હોતા જેને કારણે લોકોને અનેક અગવડનો સામનો કરવો પડી રહ્યો છે... ત્યારે તુરખેડાથી એક સમાચાર આવ્યા કે રસ્તો ના હોવાને કારણે સ્ત્રીનું મોત થયું... પ્રસવની પીડા ઉપડતા હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે લોકોએ ઝોળીનો ઉપયોગ કર્યો.. આ સમય દરમિયાન મહિલાએ બાળકને જન્મ આપ્યો.. બાળકી સુરક્ષિત છે પરંતુ તેની માતાનું મોત થઈ ગયું છે...
નવજાત બાળકે માતાની છત્રછાયા ગુમાવી
છોટા ઉદેપુરને પ્રકૃતિએ ઘણું બધું આપ્યું છે.... પ્રાકૃતિક સૌંદર્ય તો છે પંરતુ ત્યાં સુવિધાઓ નથી.. એવી સુવિધાઓ જે આપણા માટે એકદમ સામાન્ય હોય.. લોકોને અવર જવર કરવી હોય ત્યારે એવા એવા વિસ્તારોમાંથી પસાર થવું પડે કે આપણને વિચાર આવે કે દરરોજ આવા વિસ્તારથી કેવી રીતે પસાર થવું.. અંતરિયાળ વિસ્તારમાં હજી સુધી પણ રસ્તાઓ નથી પહોંચ્યા.. રસ્તાના અભાવે જ્યારે કોઈ બિમાર પડે છે ત્યાકે એમ્બ્યુલન્સ નથી આવી શકતી... એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ ના મળતા અનેક દર્દીઓને ભોગવવાનો વારો આવે છે... ત્યારે તુરખેડામાં એક નવજાત બાળકે પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે...
વિકાસની વાતો કરીએ છીએ પરંતુ આવી તસવીરો અરીસો દેખાડે છે....
આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો સરકાર આવા અંતરિયાળ વિસ્તારમાં રસ્તાઓ નથી પહોંચાડી શકતી તો અનેક સવાલો ઉભા થાય... આપણે વિકાસની વાતો કરીએ છીએ પરંતુ આવી તસવીરો તે વિકાસની પોલ ખોલી દે છે... આવા દ્રશ્યો અનેક વખત આપણી સામે આવ્યા છે જેમાં દર્દીને ઝોળી કરીને લઈ જવા પડે છે.. યોગ્ય સમયે સારવાર ના મળવાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.. ત્યારે આ મુદ્દે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો....