આ IAS દંપતી પોતાના બાળકને ભણાવે છે આંગણવાડીમાં, જાણો તેમની પ્રેરણાત્મક કહાની વિશે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-15 16:18:17

આપણામાંથી અનેક લોકો એવું વિચારતા હશે કે જે લોકો મોટી પદવી મેળવી લે છે તે લોકો સાદુ જીવન જીવી શક્તા નથી. તેમનું જીવન સામાન્ય માણસ કરતા અલગ હોય છે. અનેક IAS અને IPS આજકાલના યુવાનોના મોટિવેશન હોય છે, અનેકને તેઓ ફોલો કરતા હોય છે. અનેક કિસ્સાઓ આપણે સાંભળતા હોઈએ છીએ કે પદ પ્રમાણે તેઓ જીવન ગુજારતા હોય છે. સાદગી તેમના વ્યક્તિત્વમાં નથી દેખાતી. પરંતુ આજે જે દંપતીની વાત કરવી છે તેમનું વ્યક્તિત્વ સાદગીથી ભરપુર છે. 

અધિકારીઓ હાઈફાઈ શાળામાં બાળકને ભણાવે છે પરંતુ... 

આજે એક IAS કપલના જીવનની વાત કરવી છે જેમનું જીવન પ્રેરણારૂપ છે તે આઈએએસ કપલ છે સ્વાતિ શ્રીવાસ્તવ ભદૌરિયા અને નીતિન ભદૌરિયા. આ જોડી તેમના કામને લઈને તો ખુબ ચર્ચામાં હોય છે. મોટી વાત એ છે કે એક સમયે નીતિન ભદૌરિયાએ સ્વાતિ માટે ડીએમ પદ છોડ્યું હતું.  ત્યારબાદ બંનેનું ભાગ્ય પલટાયું અને પતિ પત્ની બંને પછી તો ડીએમ બની ગયા. આમતો IAS અને મોટા પદના અધિકારીઓ એવું વિચારતા હોય કે મારુ બાળક રાજ્યની બેસ્ટ સ્કૂલમાં ભણે અને એમની જેમ મોટું નામ કરે એટલે મોસ્ટઓફ્ફ અધિકારીઓના બાળકો સરસ સ્કૂલમાં ભણતા હોય છે.


મોંઘી શાળામાં એડમિશન કરાવવાની બદલીમાં આંગણવાડીમાં કરાવ્યું એડમિશન 

પરંતુ આ બ્યૂરોક્રેટ કપલે તેમના પુત્રનું એડમિશન મોંઘા પ્રાઈવેટ સ્કૂલની જગ્યાએ આંગણવાડી કેન્દ્રમાં કરાવ્યું.  પુત્રનું એડમિશન આંગણવાડી કેન્દ્રમાં કરાવવા માટે આઈએએસ સ્વાતિ ભદૌરિયા પોતે ઍડ્મિશન કરવા ગયા હતા નીતિન ભદૌરિયા 2011  બેચના આઈએએસ ઓફિસર છે. જ્યારે સ્વાતિ ભદૌરિયા 2012 બેચના છે. પહેલા પ્રયત્નમાં સ્વાતિનું સિલેક્શન એક નંબરની કમીના કારણે થઈ શક્યું નહતું. ત્યારબાદ વર્ષ 2012માં તેઓ ઓલ ઈન્ડિયા 74માં રેંક સાથે છત્તીસગઢ કેડરના આઈએએસ બન્યા. 


2018માં પતિ અને પત્ની બંને બન્યા ડીએમ 

આઈએએસ બન્યા બાદ સ્વાતિ ભદૌરિયા અને નીતિન ભદૌરિયાએ લગ્ન કર્યા. લગ્ન બાદ સ્વાતિએ છત્તીસગઢ કેડરથી ઉત્તરાખંડ કેડરમાં ટ્રાન્સફર લઈ લીધું. આ જોડીએ હંમેશા એકબીજાનો સાથ આપ્યો છે. નીતિન ભદૌરિયા 2016માં પિથૌરાગઢના ડીએમ બન્યા હતા પરંતુ તે સમયે તેમના પત્ની સ્વાતિ પ્રેગ્નન્ટ હતા. જેના કારણે તેમણે ડીએમ પદ છોડ્યું હતું. ત્યારબાદ તેમને એસડીઓ બનાવવામાં આવ્યા. જો કે ત્યારબાદ 2018માં પતિ અને પત્ની બંનેને ડીએમ પદ મળ્યું. સ્વાતિ ભદૌરિયાને ચમોલી જિલ્લાના ડીએમ બનાવવામાં આવ્યા. જ્યારે નીતિન ભદૌરિયા અલ્મોડા જિલ્લાના ડીએમ બન્યા. 


સામાન્ય માણસ માટે કર્યા અનેક કાર્ય 

સ્વાતિ તેમની ઉચ્ચ વિચારસરણી માટે જાણીતા છે, તેમણે  જરૂરિયાતમંદ અને સામાન્ય લોકો માટે ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આ ખાસ પ્રોજેક્ટ છે બચપન (બાળકોની પ્રગતિ અને પોષણ માટે વધુ સારી આંગણવાડી). તેમણે પંચ બદ્રી પ્રસાદમ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો જે હેઠળ ત્યાંના લોકો સરકારી વ્યવસ્થા હેઠળ તુલસી, સ્થાનિક હર્બલ ધૂપ, અખરોટ, આમળાના લાડુ, સરસ્વતી અને કૈલાશ માનસરોવરનું પાણી તૈયાર કરે છે. 


કોલેજમાં સ્માર્ટ ક્લાસની કરાઈ શરૂઆત

સ્વાતિના પ્રોજેક્ટને કારણે સ્થાનિક લોકો માટે આવકનું સાધન ઉભું થયું છે અને લોકોના જીવન ધોરણમાં પણ ખાસ્સો સુધારો આવ્યો છે.સ્વાતિ ભદૌરિયાએ સરકારી આંતર કોલેજોમાં સ્માર્ટ ક્લાસ શરૂ કર્યા છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા ફ્રી કોચિંગ ક્લાસ પણ તેમની પહેલનું પરિણામ છે. પોતાના બાળકને કપલે આંગણવાડીમાં ભણાવે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?