હાર્ટ એટેકને કારણે આ પ્રખ્યાત ટીવી એક્ટરનું થયું અવસાન! લોકપ્રિય સિરીયલ 'અનુપમા'માં નિભાવતા હતા આ રોલ! ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી!


  • Published By :
  • Published Date : 2023-05-24 11:11:26

હાર્ટ એટેક આવવાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ત્યારે લોકપ્રિય અભિનેતા નિતેશ પાંડેનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. 51 વર્ષની ઉંમરે એક્ટરે અંતિમ શ્વાસ લીધા છે. હાલ એક્ટર લોકપ્રિય સીરિયલ અનુપમામાં અનુપમાની મિત્ર દેવિકાના પતિનો રોલ નિભાવી રહ્યા હતા. એક્ટરના નિધનના સમાચાર મળતા ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. એક્ટરના નિધનથી ન માત્ર પરિવારમાં શોક છે પરંતુ તેમના ફેન્સ પણ શોકમાં ડુબી ગયા છે.


મોડી રાત્રે એક્ટરને આવ્યો હાર્ટ એટેક! 

ટીવી ઈન્ડસ્ટ્રીથી એક બાદ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. થોડા કલાકો પહેલા વૈભવી ઉપાધ્યાયના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે હવે વધુ એક પ્રખ્યાત અભિનેતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. અનુપમા સિરીયલમાં અનુપમાના મિત્ર દેવિકાના પતિનો રોલ નિભાવનાર નિતેશ પાંડેનું નિધન હાર્ટ એટેકને કારણે થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર 23 મેના રોજ રાત્રે હાર્ટ એટેકને કારણે તેમનું મોત થઈ ગયું છે. આ વાતની પુષ્ટિ લેખક સિદ્ધાર્થ નાગરે કરી છે. શૂટિંગ માટે નિતેશ પાંડે ઈગતપુર ગયા હતા અને રાત્રે દોઢ વાગ્યાની આસપાસ તેમને હાર્ટ એટેક આવ્યો. 


આ સિરીયલોમાં કર્યું છે કામ!

નિતેશ પાંડેએ અનેક ટીવી સિરીયલોમાં તેમજ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ઓમ શાંતિ ઓમ, દબંગ 2, બધાઈ હો જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે સિવાય પ્યાર કા દર્દ હે શોમાં, હમ લડકિયાં, કુછ તો લોગ કહેંગે જેવી અનેક સિરીયલોમાં અભિનય કર્યો છે. હાલ તે અનુપમા સિરીયલમાં ધીરજ કપૂરની ભૂમિકા નિભાવતા હતા. 


હાર્ટ એટેકના પ્રમાણમાં થયો વધારો!

ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાને કારણે અનેક લોકોના જીવ ગયા છે. કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ યોગા કરતા કરતા મોતને વ્હાલું થાય છે. ત્યારે કઈ ક્ષણ જીવનની અંતિમ ક્ષણ હોય તે જાણી શકાતું નથી.  






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે