ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરે લીધો નિર્ણય, ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા ભક્તોને નહીં મળે પ્રવેશ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-15 15:18:38

ભારતમાં રહેતા લોકો ભારતીય સંસ્કૃતિથી દૂર જઈ રહ્યા છે, તો બીજી તરફ આપણી સામે એવા વીડિયો આવી રહ્યા છે જેમાં વિદેશમાં રહેતા લોકો ભારતીય સંસ્કૃતિને અપનાવી રહ્યા છે. ભારતીય લોકો વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત થઈ ટૂંકા વસ્ત્રો પહેરી રહ્યા છે. ટૂંકા વસ્ત્રો પહેરવા તે પોત પોતાનો અંગત વિષય છે, તેમની પોતાની ચોઈસ છે. પરંતુ અનેક લોકો ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરોમાં જતા હોય છે. ભારતમાં એવા અનેક મંદિરો છે જ્યાં ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં આવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારે ગુજરાતમાં પણ, સુપ્રસિદ્ધ યાત્રાધામો દ્વારા આવા આ નિર્ણયો લેવાઈ રહ્યા છે. 

દ્વારકા - વિકિપીડિયા



ટૂંકા વસ્ત્રો પહેરેલા ભાવિકોને નહીં મળે એન્ટ્રી

મંદિરોને હિંદુ સંસ્કૃતિમાં આગવું સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાનના દર્શન કરવા ભક્તો મંદિર જતા હોય છે. ત્યારે અનેક ભક્તો એવા હોય છે જે ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરે દર્શન કરવા જતા હોય છે. દેશના અનેક મંદિરો એવા છે જ્યાં ટૂંકા વસ્ત્રો પહેરી આવતા ભક્તો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારે ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિર દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં આવતા ભક્તોને ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. મંદિરની બહાર આને લઇ બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. આ નિર્ણય લોકો સુધી પહોંચે તે માટે અનેક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ભારતીય સંસ્કૃતિને શોભે એવાં વસ્ત્રો પહેરેલાં હશે તેમને જ દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ મળશે. ભાવિકની લાગણીને ઠેસ ન પહોંચે એ માટે આ નિર્ણય લેવાયો છે. 

dakor temple commitee prasad price rate increased of current time

મંદિર પરિસરમાં નોટિસ લગાવાઈ.

ડાકોર મંદિર દ્વારા પણ લેવાયો નિર્ણય 

દ્વારકાધીશ મંદિર બાદ ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિર દ્વારા પણ આવો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંકા વસ્ત્રો પહેરીને આવેલા ભાવિકો રણછોડરાયજીના દર્શન નહીં કરી શકે. મંદિરમાં આવી નોટિસ લગાવવામાં આવી છે. આ અંગેની નોટિસ મંદિરમાં લગાવાઈ છે જેમાં લખવામાં આવ્યુ છે કે ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ કરી છે. મંદિર દ્વારા લેવાયેલા નિર્ણયનો ભાવિકોએ સ્વાગત કર્યું છે. મહત્વનું છે દ્વારકા તેમજ ડાકોર સિવાય અંબાજી મંદિરમાં પણ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. શામળાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવેલા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...