અમદાવાદના રિવરફ્રન્ટમાં કરાયો આ સુવિધાનો વધારો, જાણો ક્યાંથી શરૂ કરાઈ સુવિધા અને મજા માણવા કેટલો ચૂકવવા પડશે પૈસા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-01 15:41:15

અમદાવાદમાં અનેક ફરવા લાયક સ્થળો છે. સરકાર ટુરિઝમ  પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ  કરે છે. અમદાવાદમાં આવેલું રિવરફ્રન્ટ ટ્યુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. રિવરફ્રન્ટના વિકાસ પાછળ સરકારે કરોડોનો ખર્ચ કર્યો છે. અનેક સુવિધાઓ રિવરફ્રન્ટ ખાતે ઉભી કરવામાં આવી છે. ત્યારે કાયાકિંગની સુવિધા લોકો માટે ચાલુ કરવામાં આવી છે. અડધાથી પોણા કલાક સુધી લોકો આ કાયાકિંગની મજા માણી શકશે પરંતુ તેના માટે 600 રુપિયા ચૂકવવા પડશે.  


અમદાવાદીઓ માણી શકશે કાયાકિંગની મજા 

રિવરફ્રન્ટ ખાતે અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ધીરે ધીરે અનેક ફેસિલિટી લોકો માટે વધારવામાં આવી રહી છે. ત્યારે વધુ એક ફેસિલિટીનો ઉમેરો થયો છે. સાબરમતી રિવરફ્રન્ટમાં આજથી કાયાકિંગની શરૂઆત થઈ ગઈ છે. લોકો પોતે કાયાકિંગ ચલાવી શકશે. અત્યારસુધીમાં આ સુવિધા વડોદરાના આમરોલમાં હતી પરંતુ હવેથી આ સુવિધા અમદાવાદના રિવરફ્રન્ટમાં જોવા મળશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


આ જગ્યાએથી શરૂ થશે રાઈડિંગ 

સરદાર બ્રિજની નીચે આવેલા ઘાટ નં-11થી આંબેડકર બ્રિજ સુધી કાયાકિંગની સુવિધા ઉપલબ્ધ થશે. કોઈ અણબનાવ ન બને તે માટે કાયાકિંગની શરૂઆત પહેલા લોકોને જેકેટ, રેસ્ક્યુ બોટ અને લાઈફગાર્ડ આપવામાં આવશે. પરંતુ સમય પ્રમાણે કાયાકિંગના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 


જો તમે સાંજના સમયે જશો તો ઉઘરાવાશે ડબલ ભાડું!  

જો તમે કાયારિંગની મજા બપોરે માણવા જશો તો તમારે 300 રૂપિયા ચૂકવવા પડશે પરંતુ જો તમે સાંજના સમયે જશો તો 600 રુપિયા વસૂલવામાં આવશે. નિયમોની વાત કરીએ તો સવારના 6થી સાંજના 7 વાગ્યા સુધી રાઈડની મજા માણી શકાશે. 50 મિનિટ સુધી રાઈડની મજા માણી શકશો. સવારે 10થી 1 અને 3થી 4 વાગ્યા સુધી 300 રૂપિયા વસૂલવામાં આવશે અને જો તમે સાંજના સમયે જશો એટલે કે 4 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન કાયાકિંગની મજા માણવા જશો તો તમારે 600 રુપિયા ચૂકવવા પડશે. 


લોકો 50 મિનિટ માટે ચૂકવશે 600 રુપિયા?

ત્યારે પ્રશ્નએ છે કે માત્ર 50 મિનિટની સફર માટે 600 રુપિયા કોણ આપે. ત્યારે જોવાનું એ છે કે આ કાયાકિંગને સારો રિસ્પોન્સ મળે છે કે પછી લોકો આને લૂંટવાનો ધંધો માનીને આ સુવિધાથી અળગા રહેવાનું પસંદ કરે છે તે જોવાનું રહ્યું.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?