જો તમે પ્રાણી પ્રેમી છો તો તમને આ વાંચીને ખરાબ લાગશે પણ તોય આ વાંચજો! કારણ કે માણસ કઈ હદે ક્રુર અને અસંવેદનશીલ હોય શકે એ તમને આ વાત પરથી ખબર પડશે
કુતરાના પગ બાંધ્યા એની પુંછડી બાંધી અને પછી..
વાત અમદાવાદના ગોતા વિસ્તારની છે વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે. વીડિયો લાંબા ટાઈમથી ફરતો હતો પણ કશું થયું નહીં પણ એક દિવસ ગોતામાં રહેતા 24 વર્ષિય હરમીત પટેલે આ વીડિયો જોયો એમને થયું થયું કે આ બહુ ખોટું થઈ રહ્યું છે. આ પછી એમણે દર્શના એનિમલ વેલ્ફેર NGOને સાથે રાખીને એક વાર એ ભાઈને મળવાનો પ્રયાસ કર્યો. અને બંને નીલ પટેલ પાસે ગયા, પૂછપરછ કરી બાદમાં આ વીડિયોના આધારે તેમણે ફરિયાદ કરવાનું વિચાર્યું કમનસીબે પહેલા આવી કોઈ ફરિયાદ પોલીસ પાસે આવી ન હતી એટલે ગોતા પોલીસ તેમને હાઇકોર્ટમાં જવાની સલાહ આપી અને બાદમાં એ લોકોએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા બીજા રાજ્યોમાં બનેલી ઘટનાઓના ઉદાહરણ આપ્યા અને કાર્યવાહીની વાત કરી અંતે પોલીસે ફરિયાદ નોંધી અને કાર્યવાહી શરૂ કરી..
આ કલમો હેઠળ ગુન્હો નોંધાયો..
તંત્રએ પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધિત અધિનિયમની કલમ 11 અને 11(1) હેઠળ ગુન્હો નોંધ્યો સાઇબર ક્રાઇમે તરત આ નીલ પટેલ સુધી પહોંચીને એના એકાઉન્ટ બંધ કર્યા અને કાર્યવાહી કરી. આ નીલ પટેલના ID પરથી અનેક આવા ક્રુરતા ભર્યા વીડિયોઝ હતા જેમાં એ કુતરાને મારી નાંખવાની વાત કરે છે એને પુંછડીથી ખેંચે છે અને એ વીડિયો જોઈને લાગે કે આ માણસને કોઈ માનસિક બીમારી છે કાં તો એને બીજી કોઈ સમસ્યા હોય શકે છે એ વીડિયો ડિલીટ કર્યા
ક્રુરતાની પરાકાષ્ઠા!
આ ક્રુરતાની પરાકાષ્ઠા છે! પણ આપણે કઈ સંવેદનાની વાત કરી છીએ અત્યારે તો લોકો બાળકો પર ક્રુરતા આચરે છે એને વેચી દે છે. ઘણા બધા કિસ્સા છે પણ પ્રાણીઓ સાથે થતું આ વર્તન કેમ સહન કરવું એ અબોલ જીવ તમારી સામે બોલી ન શકે એટલે આ ન થવું જોઈએ દિવાળીમાં અનેક એવા વિડિયો આવે કે કુતરાને હેરાન કરવા કે મજાક કરવા માટે એમના પર ફટાકડા ફોડવામાં આવે પણ એના માં પણ જીવ છે એ આપણે કેમ ભૂલી જઈએ છીએ? શું આપણી બધી જ સંવેદનાઓ મરી પરવારી છે કે એક અબોલ પ્રાણી પર આપણે આટલા બધા અત્યાચાર કર્યા રાખીએ. સાવ સામાન્ય લાગતી આવી ઘટનાઓ કોઈના પરનો અસહ્ય અત્યાચાર હોય છે. તમારી આસપાસ પણ આવુ કશું થાય છે તો પ્લીઝ એને રોકો કેમ કે એમાં પણ જીવ છે.