ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વનડે મેચ રમાવાની છે. મેચ રમાય તે પહેલા BCCIએ કોચ અને કોચિંગ સ્ટાફને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. રાહુલ દ્રવિડ આ સિરીઝ માટે કોચિંગની જવાબદારી નહીં સંભાળે. ઈન્ડિયા ટીમના કોચ તરીકેની જવાબદારી સિતાશું કોટકને સોંપવામાં આવી છે. એક નવા સ્ટાફને જવાબદારી આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ભૂતપૂર્વ વિકેટકીપર અજય રાત્રા ટીમના ફિલ્ડીંગ કોચ હશે જ્યારે બોલિંગ કોચ તરીકેની જવાબદારી રાજીબ દત્તને સોંપવામાં આવી છે.
રાહુલ દ્રવિડે આ માટે છોડી જવાબદારી!
ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકેની જવાબદારી રાહુલ દ્રવિડ સંભાળતા હતા. રવિવારે દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે વન-ડે મેચ રમાનારી છે. 17 ડિસેમ્બરે જોહાનિલબર્ગમાં પ્રથમ વન-ડે મેચ રમાવાની છે, જ્યારે બીજી મેચ 19 ડિસેમ્બરે પોર્ટ એલિઝાબેથમાં રમાશે જ્યારે ત્રીજી અને છેલ્લી મેચ પાર્લમાં 21 ડિસેમ્બરે રમાવાની છે. ઓડિઆઈમાં કોચ તરીકેની જવાબદારી રાહુલ દ્રવિડ નહીં સંભાળશે તેવો નિર્ણય બીસીસીઆઈ દ્વારા લેવામાં આવ્યો છે. આ ઓડીઆઈ દરમિયાન કોચ તરીકેની જવાબદારી સિતાંશુ કોટક સંભાળશે. ટેસ્ટ સિરીઝ પર રાહુલ દ્રવિડ ધ્યાન કેન્દ્રીત કરવાના છે જેને કારણે આ નિર્ણય લેવાયો છે.
વન-ડે પહેલા બીસીસીઆઈ દ્વારા લેવાયો નિર્ણય
ટેસ્ટ મેચમાં કોઈ કચાસ ન રહી જાય તે માટે રાહુલ દ્રવિડે બીસીસીઆઈ સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો તેવી માહિતી સામે આવી છે. બીસીસીઆઈ દ્વારા તેમની આ વાતને માની લીધી છે અને તેમને કોચની જવાબદારીથી દૂર રાખ્યા છે! દ્રવિડ અને તેની કોચિંગ ટીમ ત્રણ વન ડે મેચમાંથી કોઇમાં પણ સામેલ નહીં થાય. 20થી 22 ડિસેમ્બર સુધી પ્રિટોરિયામાં રમાનારી ત્રણ દિવસીય મેચ પર નજર રાખશે. જેથી ટેસ્ટ મેચના સારા પ્રદર્શનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ્સ ટેબલમાં ટીમ ઇન્ડિયા સારૂ પ્રદર્શન કરી શકે.