એલોન મસ્કે ટ્વિટરને 44 અરબ ડોલરમાં ખરીદી લીધું છે. પણ ઈલોન મસ્કના નિર્ણયો ઘણા લોકો માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. ટ્વીટર પર ઘણા લોકો બ્લુ ટેગ ખરીદીને ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે અને ટ્વીટરના માધ્યમનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. એલી લીલીને આવી જ રીતે અરબો રૂપિયાનું નુકસાન થયું છે.
આવી રીતે કંપની સાથે થઈ ગયો જોલ
ખેલ કંઈક આવી રીતે થયો હતો કે એલી લીલી કંપનીના નામે ટ્વિટર પર ફેક એકાઉન્ટ બનાવાયું હતું. આ એકાઉન્ટ પર 8 ડોલર આપીને બ્લુ ટિક ખરીદવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ એકાઉન્ટ પરથી "ઈન્સ્યુલિન હવે ફ્રી મળશે" તેવી ટ્વીટ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઈન્સ્યુલિન બનાવતી અમેરિકી કંપનીને જે ફટકો પડ્યો તે તેને જીવન ભર યાદ રહેશે. આ ટ્વીટના કારણે કંપનીના સ્ટૉક 4.3 ટકા નીચે ગયો હતો અને કંપનીની માર્કેટ કેપને 15 અરબ ડોલરનું નુકસાન થયું હતું. કારણ કે લોકોને લાગ્યું હતું કે કંપનીના નિર્ણયથી તેમને નુકસાન થશે. જો કે ટ્વીટ તો કોઈ ફેક એકાઉન્ટે બ્લુ ટીક ખરીદીને કહ્યું હતું.