તાપી નદીમાં આ કંપની છોડે છે પ્રદુષિત પાણી! ખરાબ પાણી ઠલવાતા તાપી નદીનો રંગ થઈ ગયો લીલો, પ્રદૂષણ અંગે જાગૃત થવું અનિવાર્ય બન્યું


  • Published By :
  • Published Date : 2023-03-30 17:13:36

દિવસેને દિવસે પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. એક તરફ આપણે પર્યાવરણ કેવી રીચે બચાવવું તે અંગે વિચારણા કરાઈ રહી છે બીજી તરફ એવી અનેક એવી કંપનીઓ છે જેને કારણે પર્યાવરણને નુકસાન પહોંચે છે. પ્રોસેસ કર્યા વગર નદીઓમાં કેમીકલ યુક્ત પાણી છોડવામાં આવે છે જેને કારણે પાણી પ્રદૂષિત થાય છે. ત્યારે તાપી નદીની હાલત પણ પ્રદૂષણને કારણે ગંભીર બની રહી છે. જોકે પેપર મીલ કચરો પાણીમાં નાખે છે જેને કારણે નદીનો રંગ બદલાઈ ગયો છે.


તાપી નદીમાં દિવસેને દિવસે વધતું પ્રદૂષણ  

જેમ જેમ વિજ્ઞાનમાં આપણે આગળ વધીએ છીએ. વિકાસ તરફ આગળ ગતિ કરીએ છીએ તેમ તેમ આપણે પ્રકૃતિને પાછળ છોડી રહ્યા છીએ. આપણે જે વિકાસની વાતો કરીએ છીએ તે જ વિકાસને કારણે આપણે જાણે અજાણતા પ્રકૃતિને મોટા પાયે નુકસાન કરી રહ્યા છીએ. નદીઓમાં રહેલું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે જમીન બંજર થઈ રહી છે. પ્રદૂષણને કારણે નદીઓના પાણીનું કલર બદલાઈ જાય છે. ત્યારે આજે વાત કરવી છે તાપી નદીની.    


બારમાસી નદીઓને બચાવવાની આપણી જવાબદારી 

ગુજરાતમાં અનેક નદીઓ છે.. પણ બારમાસી નદીઓ ખૂબ ઓછી છે. ચોમાસુ આવે એટલે નદીઓ ધમધમે છે પણ ઉનાળામાં સૂકાઈ જાય.એમાંય જો નદીઓના પ્રદુષણની વાત આવે તો વિષય ગંભીર થઈ જાય કારણ કે ગુજરાતમાં ગણીને બે ચાર નદી જે બારેયમાસ વહેતી રહે છે. બારમાસી  નદી એટલે કે એ નદીઓમાં બારે માસ પાણી વહે છે. તાપી નદીમાં થતાં પ્રદુષણના કારણે નદીના પાણીનો રંગ એકદમ લીલો થઈ ગયો છે. આ છે કંપનીમાંથી નિકળતા કેમિકલને તાપી નદીમાં ઠાલવવાનો અંજામ. જો આજે નહીં જાગીએ તો બહુ મોડું થઈ જશે. સ્થાનિકોએ અનેકવાર આ મામલે રજૂઆત કરી છે પણ અંજામ અથવા પરિણામ મળ્યું છે શૂન્ય. 


જે.કે પેપર મીલ તાપી નદીમાં ઠાલવી રહી છે કચરો!

ઉકાઈ નજીકની જેકે પેપર મીલ પોતાના શહેરમાંથી પસાર થતી નદી એટલે કે તાપીમાં પોતાનો ગંદો કચરો ઠાલવે છે.... જેના કારણે નદીનું પાણી એકદમ રંગીન થઈ ગયું છે. નદીની નજીક જવું હોય તો પણ નાક પર હાથ રાખવો પડે તેવી પરિસ્થિતિ છે. કલેક્ટરના આદેશ બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અહીં અનેકવાર પાણીના સેમ્પલ લઈ ગઈ પણ જે આવવું જોઈએ એ આવ્યું જ નહીં. જેનું નામ છે પગલા. જેનું નામ છે પરિણામ.

 

નદીને સાચવવાની જવાબદારી પણ આપણી છે

આપણે ધર્મ શિક્ષણ કે ગટરની સમસ્યા પર તો બહુ બોલીએ છીએ પણ જે નદીને ભારતીય સંસ્કૃતિમાં માતા કહેવાય છે તે ગટર થતી નદી વિશે કંઈ બોલતા નથી. આ અંગે કલેક્ટર ભાર્ગવીબેન દવેને પણ રજૂઆત કરવામાં આવી હતી. જીપીસીબી દોડી તો આવી પણ પરિણામ કંઈ ના આવ્યું. જીપીસીબીને આ સીધો સવાલ છે કે પ્રદુષિત થતી નદી સામે કંપની પર પગલા લેવાશે કે નહીં તે મોટો સવાલ છે. પ્રદૂષણ કરનાર કંપની જેકે પેપરમીલ જેવી તો ગુજરાતની અનેક કંપનીઓ છે.  


પ્રદૂષણને કારણે ઉનાળામાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ 

તાપી નર્મદા અને મહિસાગર સિવાય બારમાસી નદીના નામે ગુજરાતમાં મિંડુ છે તો તાપી જેવી નદી જો આવી રીતે પ્રદૂષિત થતી રહેશે. તો પરિણામ બહુ ગંભીર આવશે. આવા વિષયો પર વધારે વાત નથી થતી કારણ કે લોકોને ઓછો રસ હોય છે આવા બધા વિષયો પર. પણ આ પ્રદૂષણના જ કારણે અત્યારે ભર ઉનાળામાં માવઠા થાય છે. એને જવાબદાર લોકો જ છે. જો આવા મુદ્દાઓ પર ધ્યાન રાખવામાં નહીં આવે અને આવી કંપનીઓ સામે પગલાઓ લેવામાં નહીં આવે તો ભારતની સંસ્કૃતિમાં નદીનો માતા કહેવાનો આપણને કોઈ અધિકાર નથી. કાર્યવાહીની રાહ રહેશે. ત્યારે આપણે પણ પ્રદૂષણના મુદ્દે ગંભીર બનીએ તે મહત્વનું છે. કારણ કે પ્રકૃતિ આપણને પ્રાણ આપી શકે છે તે પ્રાણ માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે