મણિપુર હિંસાને લઈ ભાજપના આ નેતા થયા નારાજ! પીએમ મોદીએ કાર્યવાહી ના કરી એટલે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું! જાણો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-28 10:06:52

મણિપુરમાં અનેક મહિનાઓથી હિંસા ફાટી નીકળી છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિપક્ષ દ્વારા સતત મણિપુરને લઈ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે પરંતુ સત્તાપક્ષ દ્વારા એટલે કે મણિપુરની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પ્રધાનમંત્રીએ તો જાણે આ મામલે ન બોલવાનું મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ મામલે તો અન્ય કોઈ પણ કેન્દ્રીય મંત્રી બોલવા નથી માગતા. સંસદમાં જ્યારે જ્યારે મણિપુરનો મુદ્દો ઉઠ્યો છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય તે દ્રશ્યો તો આપણે જોયા છે. એવો હોબાળો થાય કે કાર્યવાહી જ સ્થગિત કરવી પડે છે. વાત સંસદની નહી પરંતુ બિહારના એક ભાજપના નેતાની કરવી છે જેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. 

જ્યારે જ્યારે મણિપુરનો મુદ્દો સંસદમાં ઉઠે છે ત્યારે થાય છે હોબાળો 

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં થઈ રહેલી હિંસા ચર્ચાના કેન્દ્રમાં રહેતું હોય છે. અનેક વખત એકાએક હિંસા ત્યાં ફાટી નીકળતી હોય છે. અનેક લોકોએ પોતાના જીવને ગુમાવ્યા છે જ્યારે લોકોએ પોતાનું સ્વર્સ્વ ગુમાવી દીધું છે. મણિપુરમાં ફાટી નિકળેલી હિંસાની નોંધ વિદેશી મીડિયાએ લીધી છે પરંતુ કેન્દ્ર સરકારને જાણે મણિપુરમાં થતી હિંસા દેખાતી જ નથી એવું લાગે છે. સંસદમાં જ્યારે જ્યારે પણ મણિપુરને લઈ ચર્ચાઓ ઉઠે છે ત્યારે હોબાળો થાય છે અને કાર્યવાહીને સ્થગિત કરવામાં આવે છે. અનેક કેન્દ્રીય મંત્રીઓ સંસદમાં નિવેદન આપ્યું છે કે તેઓ ચર્ચા માટે તૈયાર છે પરંતુ વિપક્ષ આ મામલે ચર્ચા કરવા તૈયાર નથી. આ વાત માનવામાં આવે? શું હજી સુધી કાર્યવાહી કરવા માટે ચોમાસા સત્રની રાહ જોવાઈ રહી હતી? આટલા મહિનાઓ સુધી પીએમને તેમજ અનેક મંત્રીઓને મણિપુરમાં વણસી રહેલી પરિસ્થિતિ અંગે ધ્યાન જ ન હતું? 

બિહારના ભાજપના નેતાએ આપ્યું પાર્ટીમાંથી રાજીનામું  

પીએમ મોદીને મળવા અનેક વખત મણિપુરના સાંસદોએ સમય માગ્યો હતો. પરંતુ પ્રધાનમંત્રી કાર્યાલયથી તેમને કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. આ બધા વચ્ચે મણિપુરની હિંસાને જોતા અને કેન્દ્ર સરકાર દ્વારા જે વલણ અપનાવવામાં આવી રહ્યું છે તેને લઈ બિહારમાં ભાજપના નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. વિનોદ શર્માએ કહ્યું કે ભાજપના નેતૃત્વ હેઠળ કામ કરવું તેમને કલંકિત લાગે છે. જે.પી. નડ્ડાને રાજીનામું સોંપતા તેમણે લખ્યું કે "I have resigned from BJP with a heavy heart. Manipur situation has defamed India," મીડિયા સમક્ષ વાત કરતા વિનોદ શર્માએ કહ્યું કે જો પીએમ મોદીમાં થોડી પણ માનવતા છે તો તે તરત મુખ્યમંત્રી બિરેન સિંહનું રાજીનામું લઈ શકે છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?