ગઈકાલથી એક હત્યા કાંડની વાત થઈ રહી છે તે છે સરસ્વીત વૈદ્ય હત્યાકાંડ. આ મર્ડરની ઘટનાએ દેશભરના લોકોને હચમચાવી દીધા છે. 32 વર્ષીય મહિલાની હત્યા 56 વર્ષીય મનોજ સાને આધેડે કરી દીધી હતી. તે બાદ 56 વર્ષીય આધેડની હેવાનિયત સામે આવી હતી. મર્ડર કરી દીધા બાદ અનેક દિવસ સુધી તેની લાશ ઘરમાં રાખી. આજુબાજુના લોકોને શક ન જાય તે માટે લાશના ટુકડા કરી કુકરમાં બાફી રખડતા કૂતરાઓને ખવડાવી દીધા. પોલીસે આધેડની ધરપકડ કરી લીધી હતી. અને તપાસ દરમિયાન આધેડે ચોંકાવારા ખુલાસા કર્યા હતા કે સરસ્વીએ 3 જૂને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરી લેતા તેને ડર સતાવતો હતો.હત્યાના આરોપથી બચવા આધેડે આવું કર્યું તેવું પોલીસને સામે કહ્યું.
32-year-old woman, Saraswati Vaidya killed by 56-year-old live-in partner Manoj Sane | During questioning, the accused told the Police that Saraswati Vaidya died by suicide on 3rd June. He was scared that he would be accused of killing her, so he decided to dispose of her body.…
— ANI (@ANI) June 9, 2023
શું હતો સમગ્ર મામલો?
જો સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો કપલ લિવ-ઈનમાં રહેતું હતું. લિવ-ઈનમાં રહેતી એક યુવતીની તેના જ પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવી હતી. 56 વર્ષીય આરોપી મનોજ સહાની છેલ્લા ત્રણ વર્ષથી ગીતા નગર ફેઝ 7માં ગીતા આકાશ દીપ બિલ્ડિંગમાં ફ્લેટ 704માં સરસ્વતી વૈદ્ય (36) સાથે રહેતો હતો. મુંબઈ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. ઘટના મીરા રોડ વિસ્તારના નયા નગરની જણાવવામાં આવી રહી છે. અહીં બંને લિવ-ઈનમાં રહેતા હતા. પોલીસનું કહેવું છે કે, પાડોશીઓએ ફ્લેટમાંથી આવતી દુર્ગંધ અંગે ફરિયાદ કરી હતી. અહીં મહિલાની હત્યાનું કારણ બહાર આવ્યું નથી.
પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, તે વ્યક્તિએ કટર વડે લાશના અનેક ટુકડા કરી નાખ્યા હતા અને પછી તેના શરીરના ભાગોને કૂકરમાં ઉકાળી દીધા હતા. ફ્લેટમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ સ્થાનિક રહેવાસીઓએ પોલીસને કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મનોજ બોરીવલીમાં નાની દુકાન ચલાવે છે.બિલ્ડિંગના રહેવાસીઓએ પોલીસને જાણ કરીનયાનગર પોલીસ સ્ટેશનને બુધવારે સાંજે બિલ્ડિંગના રહેવાસીઓનો ફોન આવ્યો હતો જેમણે દંપતીના ફ્લેટમાંથી આવતી દુર્ગંધ અંગે ફરિયાદ કરી હતી. તેના ઘરમાંથી સડી ગયેલા શરીરના અવયવોના કારણે હત્યા ત્રણ-ચાર દિવસ પહેલા થઈ હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસની એક ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મહિલાની સડી ગયેલી લાશ મળી હતી, જેના ઘણા ટુકડા કરવામાં આવ્યા હતા. આરોપીએ લાશના ટુકડા કુતરાને ખવડાવ્યા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મનોજના સ્ટેટમેન્ટ પર પોલીસને નથી ભરોસો!
પોલીસની હિરાસતમાં રહેલા 56 વર્ષીય મનોજે કહ્યું કે 3 જૂને સરસ્વતીએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે તેના વિરુદ્ધ કોઈ કેસ ન થાય તે માટે આ કૃત્ય તેણે કર્યું. ધરપકડ બાદ મનોજ સાનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 16 જૂન સુધી પોલીસની કસ્ટડીમાં મનોજને રાખવામાં આવશે. મનોજ દ્વારા આપવામાં આવેલા સ્ટેટમેન્ટ પર પોલીસને વિશ્વાસ નથી આવતો.