તારક મહેતા શોના આ કલાકારે કહ્યું દુનિયાને અલવિદા, ચાહકોમાં છવાઈ શોકની લાગણી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-14 13:25:52

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. દર્શકો આ શોને જોવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ શોના સેટ પરથી ખરાબ સમાચાર આવ્યા છે. સિરિયલમાં તેમજ અનેક મરાઠી ફિલ્મોમાં કામ કરનાર સુનીલ હોલકરનું નિધન થયું છે. 40 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનના સમાચારથી તેમના ચાહકોમાં તેમજ પરિવારમાં શોક વ્યાપી ઉઠ્યો છે.


અનેક કલાકારોએ શોને કહ્યો છે અલવિદા  

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં સૌથી લાંબો શો તારક મહેતાને માનવામાં આવે છે. છેલ્લા 14 વર્ષથી ટીવી જગતમાં તે રાજ કરી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કલાકારો શોને છોડી રહ્યા છે. દિશા વાકાણી, શૈલેષ લોઢા સહિતના કલાકારોએ શોને અલવિદા કહી દીધો છે. અનેક કલાકારો રિપ્લેશ થઈ ગયા છે. 


13 જાન્યુઆરીએ લીધા હતા અંતિમ શ્વાસ

ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ભૂમિકા ભજવનાર સુનીલ હોલકરનું 40 વર્ષે નિધન થયું છે. તેમના વિદાયથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મળતી માહિતી અનુસાર સુનીલ હોલકર ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમને લીવર સોરાયસીસ હતા. અચાનક તબિયત બગડી હતી અને 13 જાન્યુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. 


અનેક સિરિયલમાં કર્યું છે કામ 

સુનિલ હોલકરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિવાય અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. નેશનલ એવોર્ડ વિજેતા ગોશ્ત એક પૈઠાનીમાં અભિનય કર્યો હતો. તે સિવાય નાટકો, ફિલ્મો અને અનેક ટીવી સિરિયલોમાં મનોરંજન કરતા નજરે પડ્યા હતા.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?