સમાજવાદી પાર્ટીની વધુ 5 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, શિવપાલ યાદવ આ સીટ પરથી લડશે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2024-02-20 19:38:03

આગામી લોકસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ તેના વધુ પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી છે, આ ત્રીજી યાદીમાં પાંચ ઉમેદવારોમાં અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવનો પણ સમાવેશ થાય છે. શિવપાલ યાદવને સમાજવાદી પાર્ટીએ બદાયું લોકસભા સીટના ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ પહેલી યાદીમાં આ સીટ પરથી ધર્મેન્દ્ર યાદવને મેદાનમાં ઉતાર્યા હતા. આ ઉપરાંત કૈરાના, અને બરેલી જેવી મહત્વની સીટો પરથી પણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. 


32 બેઠકો માટે ઉમેદવારો જાહેર


સમાજવાદી પાર્ટીએ પોતાની ત્રીજી યાદીમાં કૈરાનાથી ઇકરા હસન, બદાયૂંથી શિવપાલ સિંહ યાદવ, બરેલી બેઠક પરથી પ્રવીણ સિંહ એરન, હમીરપુરથી અજેન્દ્ર સિંહ રાજપૂત અને વારાણસીથી સુરેન્દ્ર સિંહ પટેલને ટિકિટ આપી છે. અખિલેશ યાદવની આગેવાની હેઠળની સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધીમાં ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરી છે, જેમાં તેણે લોકસભાની 80માંથી 32 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...