ઘી લેતા પહેલા વિચારજો, Deesaમાંથી શંકાસ્પદ ઘી બનાવતી બે-બે ફેક્ટરીઓ પકડાઈ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-19 17:03:30

નકલીની સીઝન વચ્ચે નકલી ઘી બનાવતી એક નહિ બે બે ફેક્ટરીઓ ઝડપાઇ છે. આ મિલાવટ સામે જમાવટ જરૂરી છે કારણ કે આ મિલાવટીયાઓ અને આ માનવજાતના દુશ્મનો તમને મને અને આપણા પરિવારને રોજ સ્વીટ પોઇઝન પીરસે છે. પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જીલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી મળેલ બાતમી મળી હતી.


ઘીમાં ભેળસેળ કરવાની બાતમી મળ્યા બાદ કરવામાં આવી તપાસ!   

બિન્દાસ્ત રીતે ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરતા લોકો આખી ફેકટરીઓ ખોલીને બેસી જાય છે અને કોઈને ખબર પણ નથી પડતી. બનાસકાંઠાના ડીસામાંથી શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરી ઝડપાઈ છે. અંદાજે 9 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ ધીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જીલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં પદમનાથ ફુડ પ્રોડકટસ પેઢીના માલિક લોમેશ યોગેશભાઈ લીંબુવાલાની હાજરીમાં શંકાસ્પદ ઘીનો એક નમુનો લેવાયો હતો. જયારે અંદાજીત રૂ. ૧.૬૨ લાખની કિંમતનો બાકીનો ૪૫૦ કિગ્રા જથ્થો સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો છે. 

તપાસ કરતા ફેક્ટરીમાંથી મળી આવ્યું વનસ્પતિ ઘી!  

આ ઉપરાંત ડીસા, બનાસકાંઠા ખાતે આવેલી બીજી પેઢી, ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ખાતે તપાસ કરતા સ્થળ ઉપર શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘી મળી આવતા શંકાસ્પદ ઘીના પાંચ નમુના લેવામા આવ્યા છે અને બાકીનો અંદાજીત કિંમત રુ. ૫.૫૦ લાખની કિંમતનો આશરે ૧૩૫૦ કિ. ગ્રા. ઘીનો જથ્થો અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘીના બે નમુના લેવામાં આવ્યા જ્યારે બાકીનો આશરે અંદાજીત કિંમત રૂ. ૨.૫૦ લાખ કિંમતનો ૧૪૦૦ કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 


રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

મોડી રાત્રે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ દરમિયાન ક્ષતિઓ જણાતા ફૂડ વિભાગ ને જાણ કરાઇ હતી જે બાદ સેમ્પલ લઇ અન્ય મુદ્દામાલ સીઝ કરાયો છે. સેમ્પલનુ રિઝલ્ટ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેવું ફૂડ વિભાગે જણાવ્યું છે. 


પૈસા કમાવાની લ્હાયમાં લોકોના આરોગ્ય સાથે કરે છે ચેડા

આ મિલાવટ કરનારાઓ સામે અમે જમાવટ કરતા જ રહીશું પણ તમારે પણ આ મિલાવટીયાઓને ઓળખવા પડશે. કારણ કે આ લોકો રૂપિયા કમાવવાની લાહ્યમાં લોકોના જીવ લેવા બેઠા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?