બેગુસરાય રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી ચોરને ચોરી કરવી ભારે પડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 09:53:27

બિહારના બેગુસરાયમાં એક ચોર ચાલતી ટ્રેનની બારીમાંથી મોબાઈલ ચોરવાનો પ્રયાસ કરવામાં પોતાના જીવની જ બાજી લગાવી દીધી, આ ઘટના 12 સપ્ટેમ્બરે બની હતી. તેનો વીડિયો હવે સામે આવ્યો છે .આ ચોરે સ્ટેશનથી નીકળી રહેલી ટ્રેનની બારીમાં હાથ નાખીને પેસેન્જરનો મોબાઈલ આંચકી લેવાનો પ્રયાસ કર્યો ત્યાં ટ્રેનની અંદરના પેસેન્જરે તેનો હાથ પકડી લીધો હતો અને અન્ય એક મુસાફરે પણ તેનો હાથ પકડી લીધો અને લગભગ 15 કિમી સુધી તેને બારીએ લટકાવી રાખ્યો.

સમગ્ર ઘટનાનો વિડિઓ હાલ સોસીયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે 

ટ્રેનના મુસાફરો આ ચોરને બેગુસરાયના સાહેબપુર કમાલ સ્ટેશનથી ખાગરિયા સુધી લટકેલી હાલતમાં જ રાખ્યો, આ દરમિયાન ટ્રેન દોડતી રહી અને ચોર પોતાનો જીવ બચાવવા માટે આજીજી કરતો રહ્યો. પરંતુ મુસાફરોએ તેને છોડ્યો નહી. બાદમાં તેને ખાગરિયા સ્ટેશન પર પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. આ યુવકનું નામ પંકજ કુમાર હતુ. તે બેગુસરાયના સાહેબપુર કમલ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. ચોર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...