દિલ્હીમાં લૂંટના ઈરાદે આવેલા ચોરોએ સામેથી કપલને આપ્યા રુપિયા! જાણો શું છે સમગ્ર મામલો અને પોલીસે કેવી રીતે કરી કાર્યવાહી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-26 13:25:14

આપણે જ્યારે ચોરોનું નામ સાંભળીએ ત્યારે આપણને લાગે કે ચોર માત્ર ચોરી કરે. પરંતુ દિલ્હીથી એક એવી ઘટના સામે આવી છે જે બાદ લોકો તેમને દયાવાન ચોર કહી રહ્યા છે. વાત એવી છે કે ચોર દંપત્તિને લૂંટવા આવ્યા. અનેક વખત તલાશી લીધી પરંતુ તેમની પાસેથી માત્ર 20 રૂપિયા જ મળી આવ્યા. ત્યારે ચોરોએ ચાલવા નીકળેલા દંપત્તિને સામેથી 100 રુપિયા આપ્યા. 100 રુપિયા આપી લૂંટેરાઓ ફરાર થઈ ગયા પરંતુ આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. પોલીસ સુધી આ વાત પહોંચી અને આસપાસના સીસીટીવી ચેક કરી તપાસ આરંભી અને ચોરોને પકડી પાડ્યા છે.         



ચાલવા નીકળેલા દંપત્તિને લૂંટવાનો કરાયો પ્રયાસ 

જો તમને કોઈ કહે કે તમે દયાવાન ચોરોને જોયા છે તો તમે શું કહેશો? જવાબમાં ના જ મળશે. તમને એમ થતું હશે કે ચોર છે તો ચોરી જ કરે ને. પરંતુ દિલ્હીથી એક એવી ઘટના સામે આવી છે જેમાં જે લોકોને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો તેમને જ પૈસા આપી લૂંટેરાઓ જતા રહ્યા. જે ઘટનાની વાત કરીએ છીએ તે ઘટના છે 21 જૂન રાતની. એક દંપત્તિ રાતના સમયે ચાલવા નીકળે છે ત્યારે બે બૂંદૂક ધારી ચોરો ચોરીને અંજામ આપવા ત્યાં આવી પહોંચે છે અને તે દંપત્તિને લૂંટવાનો પ્રયાસ કરે છે. જ્યારે ચોરો દ્વારા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે આ ઘટના ત્યાં ઉભેલા વ્યક્તિએ પોતાના કેમેરામાં કેપ્ચર કરી લીધી. અને સાથે જ આ મામલે પોલીસને જાણકારી આપી. 


પોલીસે આ મામલે નોંધી ફરિયાદ 

જાણકારી મળતા જ ફર્શ બજાર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને દંપત્તિ સાથે વાતચીત કરી. પોલીસને જણાવતી વખતે દંપત્તિએ જણાવ્યું કે બંદૂક બતાવી અમને રોકી અમને લૂંટવાનો પ્રયાસ કર્યો. જ્યારે તલાશી લઈ રહ્યા હતા ત્યારે અમારી પાસે માત્ર 20 રૂપિયા જ હતા. માત્ર 20 રુપિયા મળતા ફરી એક વખત તલાશી લેવામાં  આવી પરંતુ તો પણ 20 રુપિયા સિવાય કંઈ ન મળ્યું. લૂંટવા માટે કંઈ ન મળ્યું ત્યારે તેઓ 100 રુપિયા આપીને ફરાર થઈ ગયા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે.    



દયાવાન ચોરો આવ્યા પોલીસ કસ્ટડીમાં 

ચોરોને પકડવા પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જે વિસ્તારમાં દંપત્તિને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે વિસ્તાર તેમજ આસપાસની જગ્યાઓના સીસીટીવી તપાસ્યા. અંદાજીત 200 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને અંતે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?