અમદાવાદના આ યુવાનો તમારું મન હળવું કરી દેશે!, તમે સ્પાઈડર મેન, સુપર મેન તો જોયા હશે પણ લિસનર મેન જોયા?


  • Published By :
  • Published Date : 2023-06-05 17:10:33


હાલના સમયમાં આપણે બધા એટલા વ્યસ્ત થઈ ગયા છીએ આપણાં જીવનમાં કે આપણી આસપાસ અને આપણાં નજીકના લોકો જોડે પણ શું થાય છે તેમના જીવનમાં શું ચાલે છે તે જાણવાની પણ તસતી નથી લેતા તેવા સમયમાં એક વ્યક્તિ છે જેની પાસે લોકોનું દુખ દૂર કરવાનું જાદુ છે .  અત્યાર સુધીમાં આપણે ટીવીમાં કે મુવીમાં સ્પાઈડર મેન, સુપર મેન, બેટ મેનને લોકોની મદદ કરતા જોયા છે. પરંતુ શું તમે ક્યારેય લિસનર મેનને લોકોની મદદ કરતા જોયા છે ખરી?



આ છે અમદાવાદમાં રહેતા પ્રફુલ પરમાર જે લિસનર મેન તરીકે જાણીતા છે.  લિસનર મેન  સાંભડીને તમને થશે કે આ શું કરતાં હશે કે તેમને આવું નામ આપ્યું? તો પ્રફુલ ભાઈ તેમના નામની જેમ જ લોકોને સાંભળવાનું કામ કરે છે દર શનિ રવિ લિસનર મેન અમદાવાદના અલગ અલગ જગ્યા એ જઈને લોકોને સાંભળે છે. અમે જ્યારે પ્રફુલભાઈને પૂછ્યું કે તમને આ વિચાર કયાથી આવ્યો તો પ્રફુલભાઈએ કહ્યું કે " થોડા સમય પહેલા હું પોતે ડિપ્રેશનમાં હતો હું ધીરે ધીરે એમાથી બહાર આવી ગયો પણ ઘણા એવા લોકો છે જે તેનાથી બહાર નથી આવી શકતા એટલે અમે આ કામ કરીને લોકોનું મન હળવું કરવા માંગીએ છીએ કારણકે અત્યારે બધા નાની નાની વાતમાં ટેન્શનમાં જતાં રહે છે અને ખાસ કરીને યુવાનોમાં  સ્વજાગૃતિની કમી છે એટલે એ લોકો જલ્દી હતાશ થઈ જાય છે અમારો ઉપદેશ એ જ છે કે અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચીએ"

પ્રફુલએ વધુ વાત કરતાં કહ્યું કે"હાલમાં લોકોને ડિપ્રેસન અને એનસાઈટી જેવી બીમારીઓ પણ થઈ રહી છે. જેમાં લોકો પોતાની વાત બીજાને રજુ નથી કરી શકતા. પોતાની વાત ફેમિલી કે ફ્રેન્ડ્સને નથી કરી શકતા. જેના લીધે અંદર ને અંદર ગૂંગળાય છે અને ભવિષ્યમાં મોટી બીમારીઓનો શિકાર થાય છે. અંતે થેરેપીસ્ટ કે સાયકોલોજિસ્ટ જોડે જવું પડે છે. એટલે આ પહેલ અમે શરૂ કરી."



તો આ લોકો કઈ રીતે કામ કરે છે?

તો લિસનરમેન અને તેમની ટીમ રિવરફ્રન્ટ પર જાય અને લોકોને ફ્રી હગ્સ, હાઈ ફાઈ જેવી ઘણી બધી એક્ટિવિટી કરે જેનાથી લોકો થોડી ખૂલીને વાત કરી શકે છેલ્લા 3 મહિનાથી આ લોકો આવી પ્રવૃતિ કરી રહ્યા છે અત્યારે લિસનર સાથે 5 લોકો જોડાયેલ છે અને આ આખી ટીમ અત્યાર સુધી 200\300 લોકોને મળી ચૂકી છે અને 100થી વધુ વધુ લોકોની સ્ટોરી સાંભળી ચૂક્યા છે 


હ્રદયસ્પર્શી સ્ટોરી કઈ?

અમે જ્યારે પ્રફુલભાઈને પૂછ્યું કે તમને કઈ અને કોની સ્ટોરી હ્રદયસ્પર્શી લાગી તો તેમણે કહ્યું કે" અમે લોકો અમદાવાદના કાંકરિયામાં હતા ત્યારે મારી પાસે એક અંકલ આવ્યા અને મને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો. ત્યારે મેં તેમને બધી વાત કરી પછી તેમણે તેમની સ્ટોરી કહી. તેમની વાત સાંભળીને હું પણ સ્તબ્ધ થઈ ગયો. કારણ કે તે અંકલ 11 વર્ષથી એકલા રહેતા હતા. તેમના દીકરા-દીકરીઓ તેમને છોડીને વિદેશ જતા રહ્યા હતા. અને હાલમાં તેઓ નિવૃત હતા. એટલે કઈ કામ પણ કરતા નથી અને આખો દિવસ એકલા જ રહે છે.તેમણે મારી સાથે તેમના ફેમેલીની, તેમના દીકરા-દીકરીઓની બધી વાતો શેર કરી. એ દિવસે મને ખુબ સારું ફીલ થયું કે જે માણસ જોડે કોઈ વાત કરવાવાળું નથી, જેનું કોઈ સાંભળવાવાળું નથી. એની માટે હું છું તો એ અનુભવ ખુબ જ અદ્ભુત હતો."




એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?

Bengaluru Techie Suicide, 34 વર્ષના અતુલ સુભાષે દોઢ કલાકનો વીડિયો બનાવીને આત્મહત્યા કરી, કારણ પત્નીએ ભરણપોષણના દાવા અને રૂપિયા માટે જિંદગી બરબાદ કરી નાખી