ગઈકાલે લોકસભામાં મહિલા આરક્ષણ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. બિલના સમર્થનમાં કુલ 454 વોટ પડ્યા હતા જ્યારે બે સાંસદોએ આ બિલ વિરૂદ્ધ વોટ કર્યા હતા. આ બિલના વિરોધમાં માત્ર બે વોટ પડ્યા હતા અને આ વોટ કોણે આપ્યા છે તેની જાણકારી સામે આવી છે. જે સાંસદોએ આ બિલ વિરૂદ્ધ વોટ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટીના સાંસદ ઈમ્તિયાજ જલીલ છે. આ બંને સાંસદોએ આ બિલ વિરૂદ્ધ વોટ કર્યા હતા,
શું કહ્યું ઓવૈસીએ બિલને લઈ?
મીડિયાને ઈન્ટરવ્યુ આપતા ઓવૈસીએ કહ્યું હતું કે "બે બાબતો છે. એક, આ દેશમાં ઓબીસીની વસ્તી 50 ટકાથી વધુ છે. આજે લોકસભામાં તેમના માત્ર 22 ટકા સાંસદો છે. ઉચ્ચ જાતિના સાંસદોની સંખ્યા 232 છે. તેથી તમે તેમને અનામત નહીં આપો. (ઓબીસી) મહિલાઓ. બીજું, મુસ્લિમ મહિલાઓ... 17મી લોકસભા સુધી 600થી વધુ મહિલાઓ સાંસદ બની છે, જેમાંથી 25 મુસ્લિમ છે. મુસ્લિમ મહિલાઓની વસ્તી 7 ટકા છે. હવે 2.7 ટકા લોકસભામાં છે તેમને સામેલ ન કરીને તમે શું ન્યાય કરશો."
સંસદમાં સોનિયા ગાંધીએ કર્યા રાજીવ ગાંધીને યાદ
સંસદમાં વિશેષ સત્રનો ગઈકાલે ત્રીજો દિવસ હતો. આ વિશેષ સત્રમાં અનેક બિલોને લઈ ચર્ચા કરવામાં આવશે. અનેક બિલો પેશ કરવામાં આવશે. ત્યારે ગઈકાલે લોકસભામાં મહિલા આરક્ષણ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને ઐતિહાસિક બિલ ગણવામાં આવે છે. સાંસદોએ આ બિલને સમર્થન તો આપ્યું, તેની તરફેણમાં વોટ પણ કર્યા પરંતુ રાજનીતિ શરૂ થઈ ગઈ હતી. સોનિયા ગાંધીએ પોતાના ભાષણમાં રાજીવ ગાંધીને યાદ કર્યા હતા તો ડીએમકે તેમજ ટીએમસીના સાંસદોએ પણ બિલને લઈ પોતાના વિચાર રજૂ કર્યા હતા.
તમામ પાર્ટીઓએ આપ્યું આ બિલને સમર્થન
લોકસભા મહિલા અનામત બિલને બે તૃતીયાંશ બહુમતી મળી હતી. બહુમતી મળતા જ તે લોકસભામાં પસાર થયું. મહિલા અનામત બિલની તરફેણમાં 454 મત પડ્યા હતા. 454 વોટ બિલના સમર્થનમાં મળ્યા છે જ્યારે તેના વિરોધમાં માત્ર 2 મત પડ્યા હતા. જો બંધારણમાં સુધારો કરવો હોય તો ગૃહની બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે. જ્યારે સામાન્ય બિલ પસાર કરવા માટે 50 ટકાથી વધુ સભ્યો ગૃહમાં હાજર હોવા જોઈએ. તે બે તૃતીયાંશ બહુમતીથી પસાર થવો જોઈએ. પરંતુ આ બંધારણ સંશોધન બિલ હતું, તેથી કોંગ્રેસની સાથે અન્ય વિપક્ષી દળોએ પણ સરકારને ટેકો આપ્યો હતો. જોકે કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો પરંતુ સરકાર સાથે ઉભા જોવા મળ્યા હતા.
શું છે આ બિલમાં?
મહિલા આરક્ષણ બિલ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અથવા એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની દરખાસ્ત કરે છે. આ બિલમાં 33 ટકા ક્વોટાની અંદર SC, ST અને એંગ્લો-ઈન્ડિયન માટે પેટા-આરક્ષણનો પણ પ્રસ્તાવ છે. બિલમાં દરખાસ્ત કરવામાં આવી છે કે દરેક સામાન્ય ચૂંટણી પછી અનામત બેઠકો રોટેટ કરવામાં આવવી જોઈએ. રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિવિધ મતવિસ્તારોમાં રોટેશન દ્વારા અનામત બેઠકો ફાળવવામાં આવી શકે છે. આ સુધારો અધિનિયમ લાગુ થયાના 15 વર્ષ પછી મહિલાઓ માટે અનામત અનામત સમાપ્ત થઈ જશે.
27 વર્ષથી પેન્ડિંગ છે આરક્ષણ બિલ
મહિલા આરક્ષણ બિલ લગભગ 27 વર્ષથી પેન્ડિંગ છે, હવે આ બિલ સંસદના ટેબલ પર આવશે. આંકડાઓ અનુસાર, લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકાથી ઓછી છે, જ્યારે રાજ્યની વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે. છેલ્લી વખત આ મુદ્દા પર કાર્યવાહી 2010 માં કરવામાં આવી હતી, જ્યારે રાજ્યસભાએ હોબાળા વચ્ચે બિલ પસાર કર્યું હતું અને માર્શલ્સે મહિલાઓ માટે 33 ટકા અનામતનો વિરોધ કરતા કેટલાક સાંસદોને બહાર કાઢ્યા હતા. જો કે, આ બિલ રદ્દ કરવામાં આવ્યું કારણ કે તે લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું.