વાવાઝોડાના સંકટ વચ્ચે દરેક જગ્યાઓ પર સંકટની વાતો કરવામાં આવી રહી છે. અમે પણ સતત આની અપડેટ આપી રહ્યા છે પરંતુ આ સમય દરિમાન એવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે જે દિલને જીતી લે તેવા છે. ઘણી વખત પોલીસ સાથે બોલાચાલી થતી હોય છે ઘણી વખત પોલીસ માટે આપણે ખરાબ શબ્દો પણ બોલતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આફત આવતી હોય છે ત્યારે પોલીસની કામગીરી સરાહનીય જોવા મળતી હોય છે. ત્યારે એવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં પોલીસ દ્વારા માનવતા મહેંકાવવાનું કામ કરવામાં આવ્યું હોય.
પોલીસ દ્વારા કરવામાં આવી સરાહનીય કામગીરી!
હાલ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. સાવચેતીના પગલે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. એનડીઆરએફની ટીમ તેમજ એસડીઆરએફની ટીમ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમની સાથે પોલીસની ટીમ પણ કામ કરી રહી છે. હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવી ગયું છે જ્યારે અનેક લોકોનું હાલ કરાઈ રહ્યું છે. આપણામાંથી અનેક લોકો એવા હોય છે જેમના દિમાગમાં પોલીસને લઈ નેગેટિવ ઈમ્પ્રેશન હોય છે. ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે તે તમારૂં પોલીસ માટેનું મંતવ્ય બદલી લેશે.
પોલીસ પહોંચાડી રહી છે જીવનજરૂરી વસ્તુઓ!
ગઈકાલે પણ પોલીસકર્મીઓનો વીડિયો કચ્છથી સામે આવ્યો હતો જેમાં 102 વર્ષની વૃદ્ધાને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા. ત્યારે દ્વારકાથી તેમજ અમરેલીથી પોલીસની કામગીરીનો વીડિયો સામે આવ્યો છે. એ વીડિયોમાં ગામડાના લોકોને જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે પહોંચાડવામાં આવી રહ્યું છે. આવા તો અનેક કિસ્સાઓ હશે જેમાં પોલીસ દ્વારા એવા કાર્યો કરાતા હશે જેની નોંધ કોઈ નહીં લેવામાં આવતી હોય.
Biporjoy વાવાઝોડામાં સંકટની સાંકળ બન્યા પોલીસ કર્મચારીઓ, Rescue Operationનો Video Viral#rescue #rescueoperation #kutch #biporjoy #biporjoycyclone #gujarat #jamawat #jamawatupdate pic.twitter.com/D0OHNi0Sef
— Jamawat (@Jamawat3) June 13, 2023