આ રાજનેતાઓએ પંડિત જવાહરલાલ નેહરૂને પાઠવી શ્રદ્ધાંજલિ, પીએમ મોદીએ ટ્વિટ કરી તો રાહુલે ગાંધીએ સમાધિ સ્થળ પર પહોંચી આપી શ્રદ્ધાંજલિ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-27 12:45:17

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની આજે પુણ્યતિથી છે. ત્યારે દેશના અનેક દિગ્ગજ નેતાઓએ જવાહરલાલ નહેરૂને યાદ કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ ટ્વિટ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરતા લખ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂની પુણ્યતિથિ પર હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. 

પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ!

પીએમ મોદીએ ટ્વિટ કરી પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતા. તે સિવાય રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગેએ જવાહરલાલ નહેરૂના સમાધિસ્થળ પર જઈ પુષ્પાંજલિ તેમજ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજના જ દિવસે 74 વર્ષની આયુમાં તેમણે દુનિયાને અલવિદા કહી દીધી હતી. સમગ્ર દેશમાં જવાહરલાલ નહેરૂને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

રાહુલ ગાંધીએ આવી રીતે જવાહરલાલ નહેરૂને યાદ કર્યા!

સમાધિસ્થળ પર જાય તે પહેલા મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે પંડિત જવાહરલાલ નહેરૂના યોગદાન વિના 21મી સદીના ભારતની કલ્પના પણ ન થઈ શકે. તે સિવાય રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી લખ્યું કે પંડિત જવાહરલાલ નહેરૂની વિરાસત હમેશા રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્વિટ કરી પંડિત જવાહરલાલ નહેરૂને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.   



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..