થોડા સમય પહેલા હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેને કારણે અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અબજો રૂપિયાની ખોટ અદાણી ગ્રુપને થઈ હતી. પરંતુ ખરાબ પરિસ્થિતિની વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. અદાણી ગ્રુપ દ્વારા લાવવામાં આવેલી FPO એટલે કે ફોલો-ઓન-પબ્લિક ઓફરને છેલ્લા દિવસે સારો પ્રતિસાદ મળ્યો હતો.
FPOને છેલ્લા દિવસે સારો પ્રતિસાદ
મળતી માહિતી અનુસાર આમાં સૌથી વધારે રસ એનઆઈઆઈ દ્વારા લેવામાં આવ્યો હતો. સોમવાર સુધી એટલે કે 30 જાન્યુઆરી સુધી આ એફપીઓમાં માત્ર 3 ટકા સબ્સક્રાઈબર થયા હતા. રિપોર્ટના આધારે અબુ ધાબીની કંપનીએ 40 કરોડ ડોલર એટલે કે અંદાજીત 3200 કરોડ રુપિયાની બોલી લગાવી હતી. આ અંગેની જાણકારી કંપની દ્વારા સોમવારે આપવામાં આવી હતી. તે ઉપરાંત એનઆઈઆઈને 3.13 કરોડ શેરોની બોલી મળી હતી.
આ લોકો અદાણીને કરી શકે છે મદદ!!
સૌથી મોટુ યોગદાન અલ્ટ્રા હાઈ નેટ ઈન્ડિવિઝુયલ ફેમિલીનું છે. એક રિપોર્ટ પ્રમાણે ગૌતમ અદાણીની મદદે અંબાણી ગ્રુપ, સુનીલ મિત્તલ, સુધીર મહેતા તેમજ પંકજ પટેલ જેવા નામોનો સમાવેશ થાય છે. કર્મચારિયોના જણાવ્યા અનુસાર એમના માટે માર્ક કરવામાં આવેલા શેરમાં 53 ટકા બોલી લગાવામાં આવી હતી. ડેટા પરથી જાણી શકાય છે કે QIBના કૈટેગરીના કુલ શેરમાં 126 ટકા બોલી લગાવી હતી.
શું હોય છે એફપીઓ?
ફોલો ઓન પબ્લિક ઓફર એક એવી પ્રકિયા છે જેમાં પહેલા પહેલેથી લિસ્ટેડ કંપની પોતાના હાલના નિવેશકો અથવા તો શેરહોલ્ડર માટે નવા શેર બહાર પાડે છે. અદાણી એન્ટરપ્રાઈઝના ફોલો એન પબ્લિક ઓફરને છેલ્લા દિવસે સંપૂર્ણ રીતે સબ્સક્રાઈબ કરવામાં આવી લેવાયો હતો.