મોદી કેબિનેટમાં Gujaratના આ સાંસદોને મળ્યું સ્થાન, ગુજરાતમાંથી કોને મળ્યું મંત્રીપદ, કોની થઈ બાદબાકી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-10 11:35:48

ગઈકાલે વડાપ્રધાન તરીકે ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ શપથ લીધા છે.. આ વખતે એનડીએની સરકાર બની રહી છે.. પીએમ મોદી સાથે 71 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. મોદી સરકારની આ વખતની ટીમમાં કોણ કેબિનેટ મંત્રી હશે તે સસ્પેન્સ ગઈકાલે ખૂલી ગયો છે. 72માંથી કોઈ મંત્રીને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે તો કોઈને રાજ્યકક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે.. ગુજરાતના 5 સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા છે..

ભાજપ પ્રદેશ પ્રમુખને મળ્યું કેબિનેટમાં સ્થાન 

ગુજરાતમાં 26માંથી 25 સીટો ભારતીય જનતા પાર્ટીને મળી છે જ્યારે એક સીટ ઈન્ડિ ગઠબંધનને મળી છે.. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મોટા ફેરફાર થશે તેવા એંધાણ દેખાતા હતા પરંતુ હવે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ફેરફાર થશે તેવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે નવો ચહેરો આવશે કારણ કે સી.આર.પાટીલને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. અમિત શાહ, સી.આર.પાટીલ, મનસુખ માંડવિયા, જે.પી નડ્ડા અને એસ.જયશંકરે કેબિનેટ મંત્રીપદના શપથ લીધા છે. જ્યારે નિમુબેન બાંભણિયાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.



આ સાંસદોને કેબિનેટમાં મળ્યું સ્થાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના પનોતા પુત્ર માનવામાં આવે છે. જ્યારે પીએમને જોઈએ છે ત્યારે અનેક લોકોની આંખોમાં ચમક દેખાતી હોય છે. ત્યારે આ વખતે 5 સાંસદોને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. અમિત શાહ, સી.આર.પાટીલ, મનસુખ માંડવિયા, જે.પી નડ્ડા અને એસ.જયશંકરે કેબિનેટ મંત્રીપદના શપથ લીધા છે. આ લોકોને મંત્રી બનાયા કરતાં વધારે ગુજરાતમાંથી રૂપાલા અને દેવુસિંહ ચૌહાણનાં પત્તાં કપાયાંની ચર્ચા છે. વિદેશમંત્રી એસ.જયશંકર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે, એટલે તેમને ગુજરાતના ક્વોટામાં ગણવામાં આવ્યા છે. અને એના સિવાય બીજા ચાર આ વખતે લોકસભાની ચૂંટણી જીતીને મંત્રી બન્યા છે.




ચાર ટર્મથી નવસારી બેઠકથી જીતી રહ્યા છે સી.આર.પાટીલ 

અમિત શાહની વાત કરીએ તો અમિત શાહે 1980માં 16 વર્ષની ઉંમરે માણસામાં 'તરુણ સ્વયંસેવક' તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈને જાહેર જીવનની શરૂઆત કરી હતી. આમ, તેમની 16 વર્ષની ઉંમરથી શરૂ થયેલી સફર 40 વર્ષ સુધી પહોંચી છે. સી આર પાટિલની વાત કરીએ તો  1989માં તેઓ રાજકારણમાં આવી ગયા હતા અને સુરતમાં કાશીરામ રાણા સાથે કામ કરતા રહ્યા હતા. આ ભાજપનો ઉદય થવાની શરૂઆત હતી. ભાજપની સરકાર આવી ત્યાર પછી 1995થી 1997 સુધી તેઓ જીઆઈડીસીના ચેરમેન બન્યા. 4 ટર્મથી ભાજપના સી.આર.પાટીલ નવસારીથી જીતી રહ્યા છે. 2019માં સૌથી વધારે લીડથી જીતીને તેમણે દેશનું ધ્યાન ખેચ્યું હતું. સી.આર.પાટીલ ભાજપ માટે ઇલેક્શનના સ્ટ્રેટેજી મેકર છે અને હવે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શોધવા પડશે.. 


પોરબંદરથી ચૂંટણી લડ્યા હતા મનસુખ માંડવિયા

તે સિવાય મનસુખ માંડવિયાની વાત કરીએ તો તે 2012થી રાજ્યસભાના સાંસદ હતા. આ વખતે તેમને લોકસભા ચૂંટણી લડાવી. પોરબંદર બેઠકથી તેઓ ભાજપના ઉમેદવાર હતા અને તેમની સામે ઈન્ડિ ગઠબંધનના લલિત વસોયા હતા.. ચૂંટણીમાં મનસુખ માંડવિયાની જીત થઈ અને ગઈકાલે તેમણે કેબિનેટ મંત્રી તરીકે તેમણે શપથ લીધા છે.. તેઓ કેન્દ્રીય આરોગ્ય મંત્રીની પણ જવાબદારી નિભાવી છે. 



રાજ્ય મંત્રી બન્યા નિમુબેન બાંભણિયા

અને એક મહિલા નેતા નિમુબેન, જે આ વખતે પહેલી વાર સાંસદ બન્યા અને રાજ્ય મંત્રી બન્યા.. એમની વાત કરીએ તો કોળી સમાજમાંથી આવતાં નિમુબેન બાંભણિયા 2005થી 2020 સુધી સતત ત્રણ ટર્મ ભાવનગર મહાનગરપાલિકામાં કોર્પોરેટર રહી ચૂક્યાં છે. બે વખત મેયર પણ રહી ચૂક્યાં છે. શહેર સંગઠનમાં મહિલા પ્રમુખ અને ઉપ-પ્રમુખની જવાબદારી નિભાવી ચૂક્યાં છે. હવે કયા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?