ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી 156 સીટ પર કમળ ખીલ્યું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીમંડળમાં સામેલ થયેલા મંત્રીઓ પણ શપથ લેવાના છે. ત્યારે કયા ધારાસભ્યને મંત્રી પદ મળશે તે અંગે અનુમાન લગાવામાં આવી રહ્યું છે. ત્યારે આ ધારાસભ્ય સંભવિત મંત્રી હોઈ શકે છે.
આ છે સંભવિત મંત્રીઓના નામ
ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી જીતેલા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે. સંભવિત મંત્રીઓની વાત કરીએ તો મજૂરા વિધાનસભાથી જીત મેળવનાર હર્ષ સંઘવી, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ, ખંભાળિયાના ધારાસભ્ય મૂળુ બેરા, ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પુરુષોત્તમ સોલંકી, સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડીંડોર, દેવગઢ બારિયાના ધારાસભ્ય બચ્ચુ ખાબડ, નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, મોડાસાના ધારાસભ્ય ભીખુ પરમાર, કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા, માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિના નામનો સમાવેશ થાય છે.