છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે સરકારને અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ટેટ-ટાટ ઉમેદવારો થોડા સમય પહેલા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવાના હતા પરંતુ તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. જે જગ્યા પર તેમને રાખવામાં આવ્યા હતા ત્યાં રામધૂન ગાઈને વિરોધ નોંધાવ્યો હતો.
શિક્ષક અભિયોગ્યતા કસોટીમાં ભારે બદલાવ કરી યુવાનોને દોડતા કરી, તાત્કાલિક પ્રાથમિક અને મુખ્ય કસોટી લઈ પરિણામ જાહેર કરી અંતે કોથળા માથી બિલાડું કાઢયું અને કરાર આધારીત ભરતીની જાહેરાત અંગેની નીતિ એ શિક્ષક બનવા માંગતા યુવાનોનું અપમાન છે. #શિક્ષકોની_કાયમી_ભરતી_કરો pic.twitter.com/HzColc1GTH
— Geniben Thakor (@GenibenThakor) July 24, 2023
ઉમેદવારોના સમર્થનમાં આવ્યા ધારાસભ્યો
શિક્ષક અભિયોગ્યતા કસોટીમાં ભારે બદલાવ કરી યુવાનોને દોડતા કરી, તાત્કાલિક પ્રાથમિક અને મુખ્ય કસોટી લઈ પરિણામ જાહેર કરી અંતે કોથળા માથી બિલાડું કાઢયું અને કરાર આધારીત ભરતીની જાહેરાત અંગેની નીતિ એ શિક્ષક બનવા માંગતા યુવાનોનું અપમાન છે. #શિક્ષકોની_કાયમી_ભરતી_કરો pic.twitter.com/HzColc1GTH
— Geniben Thakor (@GenibenThakor) July 24, 2023ટેટ ટાટના ઉમેદવારોના સમર્થનમાં અનેક નેતાઓ આવ્યા છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ટેટ ટાટના ઉમેદવારોના સમર્થનમાં આવી કાયમી ભરતી કરવામાં આવે તેવી સરકારને રજૂઆત કરતી ટ્વિટ કરી છે. ઉપરાંત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને વિનંતી કરી છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. તેમણે લખ્યું કે જો શિક્ષકોનું જ ભવિષ્ય ખતરામાં હશે તો રાષ્ટનું નિર્માણ કઈ રીતના કરશે?