ટેલિવિઝન પર અનેક શો આવી છે. અનેક શોએ લોકોના દિલમાં ઓવી જગ્યા બનાવી દીધી છે. અનેક ટેલિવિઝન શો ગુજરાતી સંસ્કૃતિને મોટા પડદા પર તેમજ લોકોના ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. છેલ્લા અનેક વર્ષોથી એવા શો આવી રહ્યા છે જેમાં ગુજરાતી પરિવારને, તેમની રહેણી કરણીને દર્શાવામાં આવ્યો છે. હાલ સૌથી વધુ લોકપ્રિય બનેલી અનુપમા સિરિયલમાં પણ ગુજરાતી કલ્ચર તેમજ અમદાવાદને બતાવામાં આવ્યું છે.
ઘણા વર્ષો પહેલા બા બહુ ઓર બેબી સિરિયલ આવી હતી જેમાં ગુજરાતી કલ્ચરને બખુબી બતાવામાં આવ્યો હતો. 2005માં આવેલી કોમેડી તેમજ પારિવારીક સિરિયલમાં સરિતા જોષીએ ગોદાવરી બાની ભૂમિકા ભજવી હતી. વૈશાલી ઠક્કર પ્રવિણાના રોલમાં દેખાયા હતા જ્યારે રાજેશ કુમાર સુબોધના રોલમાં જોવા મળ્યા હતા. દેવેન ભોગાણીએ ગટ્ટુનું પાત્ર ભજવ્યું હતું. તે ઉપરાંત અનેક કલાકારોએ આ સિરિયલમાં ભૂમિકા ભજવી છે.
બા બહુ ઓર બેબી સિવાય ગુજરાતી કલ્ચર ખીચડીમાં દેખાડવામાં આવ્યું છે. અનંગ દેસાઈ, સુપ્રિયા પાઠક તેમજ રાજીવ મહેતા સહિતના કલાકારોએ ખીચડીમાં ગુજરાતીઓનો રોલ ભજવ્યો હતો. આ સિરિયલ 2002માં આવી હતી. હંસા, હિમાંશુ, બાપુજી તેમજ પ્રફૂલનું કેરેક્ટર આજે પણ લોકોના દિલમાં જીવે છે.
સાથ નિભાના સાથિયામાં પણ ગુજરાતી કલ્ચરને સારી રીતે પડદા પર દર્શાવામાં આવ્યું છે. કોકિલા, ગોપી બહુ, અહેમ તેમજ બીજા કલાકારે ગુજરાતી કલ્ચરને દર્શાવી છે. આ સિવાય ક્યુંકી સાસ ભી કભી બહુથીમાં પણ ગુજરાતી સંસ્કૃતિને બતાવી છે.
આ ઉપરાંત છેલ્લા અનેક વર્ષોથી લોકોના દિલમાં વાસ કરતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ ગુજરાતી કલ્ચર બતાવામાં આવ્યું છે. જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી, દયાબેન ઉર્ફે દિશા વાકાણીએ આ શોમાં ગુજરાતીની ભૂમિકા ભજવી છે. આ શો લગભગ 14 વર્ષથી સબ ટીવીમાં ચાલી રહ્યો છે. આવી સિરિયલોને કારણે લોકો ગુજરાતને સમજતા થયા ઉપરાંત થોડી થોડી ગુજરાતી ભાષાને સમજતા થયા.