2022માં એવી ઘણી ફિલ્મો આવી, જેને દર્શકો જોવી પસંદ કરી રહ્યા છે. કોરોના કાળ દરમિયાન દર્શકો ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો તેમજ વેબ સિરિઝ જોવા લાગ્યા હતા. પરંતુ ધીરે ધીરે લોકો થિયેટરમાં જઈ ફિલ્મો જોવાનું પસંદ કરી રહ્યા છે. 2022માં આવેલી ગંગૂબાઈ, બ્રહ્માસ્ત્ર તેમજ દ્રશ્યમ 2 જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ત્યારે 2023માં એવી અનેક ફિલ્મો આવવાની છે મનોરંજન પૂરૂ પાડશે.
પઠાણ તેમજ ટાઈગર-2 થશે રિલીઝ
જાન્યુઆરી 2023માં શાહરૂખ ખાન, દિપીકા પાદુકોણ સહિતના કલાકારોની ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ સ્ટંટ અને એક્શનની ભરપૂર હશે. એવું માનવામાં આવી રહ્યું છે. પઠાણ પછી ટાઈગર-2 પર રિલીઝ થવાની છે. જેમાં સલમાન ખાન અને કેટરીના કેફ જોવા મળશે. મનીષ શર્મા દ્વારા આ ફિલ્મ ડાયરેટ કરવામાં આવી છે.
આદિ પુરૂષ પણ થવાની છે રિલીઝ
આ સિવાય શાહરૂખ ખાનની બીજી ફિલ્મ જવાન પણ આવતા વર્ષે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન નવા અવતારમાં જોવા મળશે. આ ફિલ્મમાં દિપીકા પાદુકોણ પણ દેખાઈ શકે છે. ઉપરાંત સલમાન ખાનની પણ ફિલ્મ કિસી કા ભાઈ, કિસી કી જાન ફિલ્મ મોટા પડદા પર આવાની છે. આ ફિલ્મ 21 એપ્રિલ 2023ના રોજ આવશે. આ સિવાય રણવીર કપૂરની ફિલ્મ એનિમલ પણ આવતા વર્ષે રિલીઝ થવાની છે. ઉપરાંત બહુ ચર્ચિત આદિ પુરૂષ પણ રિલીઝ થવાની છે.