કમાલના છે આ બાળ કલાકારો તમે પણ એમને જોઈને ફેન બની જશો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-14 17:38:11


આજે ચિલ્ડ્રન ડે છે અને દરેક વ્યક્તિ અલગ રીતે બાળ દિવસની ઉજવણી કરી રહ્યા છે . આ દિવસ ઉજવવાની સિનેમાની પોતાની રીત છે. આ દિવસની અલગ રીતે ઉજવણી કરવા માટે આજનો ખાસ દિવસ અમે એ બાળ કલાકારોને સમર્પિત કરીએ છીએ જેમને એમના અભિનય દ્વારા દરેક લોકોના દિલ જીત્યા છે અને ઘણા એવોર્ડસ પણ મેળવ્યા છે. આજે અમે ખાસ એવા બાળ કલાકારોની યાદી બનાવી છે જેમને પોતાના શાનદાર અભિનયથી તેના દરેક દર્શકોનું દીલ જીતી લીધું છે. 


આઈ એમ કલામ 

નીલા માધબ પાંડાના નિર્દેશનમાં બનાવેલ ફિલ્મ 'આઈ એમ કલામ' લોકોને ખૂબ પસંદ આવી હતી અને હજુ સુધી લોકોના દિલમાં એ ફિલ્મની એક અલગ છાપ છોડાયેલ છે. જો કે આ ફિલ્મની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે આ ફિલ્મે રાષ્ટ્રીય પુરસ્કારે તેનું નામ નોંધાવ્યું છે. બાળકોને પ્રેરણા આપવા માટે આ એક સરસ ફિલ્મ છે.



તારે જમીન પર 

વર્ષ 2007માં રિલીઝ થયેલ, 'તારે જમીન પર' માત્ર બાળકો માટે જ નહીં પરંતુ માતા-પિતાએ પણ જોવી જોઈએ. આ ફિલ્મમાં આમિર ખાન છે, ફિલ્મના દ્રશ્યો તમને ભાવુક કરી દેશે અને સાથે જ દરેક લોકોને એ ફિલ્મ જોઈને તેમાંથી શીખવું જોઈએ. 



'સ્ટેનલી કા ડબ્બા'

અમોલ ગુપ્તા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2011માં રીલીઝ થઈ હતી 'સ્ટેનલી કા ડબ્બા'ની વાર્તા તેના દર્શકોનુ મનોરંજન કરવાની સાથે સાથે લોકોની આંખો પણ ભીની કરી દે છે. આ ફિલ્મ એક એવા છોકરાની વાર્તા છે જે હંમેશા તેના મિત્રનું ટિફિન ખાય છે પણ તે પોતે ક્યારેય ટિફિન લઈને નથી આવતો. 




વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?

રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે મળીને સેટેલાઇટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે ખુબ ઉત્સુક છે . વોડાફોન-આઈડિયા માટે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે . તો જાણીએ કઈ રીતે સ્પેસએક્સનું ઈન્ટરનેટ કામ કરે છે?