ગુજરાતના આ મોટા મંદિરો દર્શનાર્થીઓ માટે રહેશે બંધ, વાવાઝોડાની ગંભીરતાને લઈ લેવાયો નિર્ણય, વાંચો લિસ્ટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-15 09:11:26

બિપોરજોય વાવાઝોડું આજે ગુજરાતમાં ત્રાટકી શકે છે. આગામી કલાકો ગુજરાત માટે ભારે છે એવું માનવામાં આવી રહ્યું છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે તો કોઈ જગ્યા પર ઓછો વરસાદ વરસી શકે છે. અનેક જગ્યાઓ પર ભારે પવન ફૂંકાય છે. ત્યારે વાવાઝોડાની ગંભીરતાને જોતા અનેક ધાર્મિક સ્થળોને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 15 જૂનના રોજ જગત મંદિર દ્વારકાધીશના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. તે બાદ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને લઈને પણ જાહેરાત કરવામાં આવી કે ગુરૂવારે એટલે કે આજે સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે. તે સિવાય ત્રિવેણી સંગમ પ્રાચીના તમામ મંદિરો પણ વાવાઝોડાને લઈ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

  

અનેક સેવાઓ વાવાઝોડાને કારણે કરાઈ છે બંધ!

ગુજરાત તરફ બિપોરજોય વાવાઝોડા નામનું સંકટ સતત તેજગતિથી આગળ વધી રહ્યું છે. દ્વારકા, જામનગર તેમજ કચ્છ પર વાવાઝોડાની અસર સૌથી વધારે થવાની છે. જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. બચાવની કામગીરીને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમને તેમજ એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે તેમજ હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠે આવેલા વિસ્તારો પર વાવાઝોડાની સૌથી વધારે અસર થવાની છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી અનેક સ્થળોને બંધ રાખવાની જાહેરાત કરી છે. એસટી બસોને રદ કરવામાં આવી છે તેમજ અનેક શાળાઓ બંધ કરવામાં આવી છે.


આ મંદિરોના દ્વાર ભક્તો માટે રહેશે બંધ!

ત્યારે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અનેક મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. જગતમંદિર દ્વારકામંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. તે સિવાય વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખી પ્રથમ જ્યોતિર્લિંગ પણ ભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે. તે સિવાય ત્રિવેણી સંગમ પ્રાચીના તમામ મંદિરો પણ દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. ગુરૂવારે આ મંદિરોના દ્વાર ભક્તો માટે વાવાઝોડાને પગલે બંધ રહેશે. તે સિવાય પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ 15 જૂન બપોરથી 16 જૂન બપોરે 12 વાગ્યા સુધી બંધ રહેશે. ભારે પવનની આશંકાને લઈ મંદિર દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે સિવાય સાળંગપુર તેમજ ખોડલધામ મંદિર પણ ભક્તો માટે બંધ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.      



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...