આ 7 દિગ્ગજ મહિલા સાંસદોને મળ્યું મોદી સરકારની કેબિનેટ મંડળમાં સ્થાન, જાણો કોણ છે તે દમદાર મહિલાઓ?


  • Published By :
  • Published Date : 2024-06-10 16:25:02

મૈં નરેન્દ્ર દામોદરદાસ મોદી.. આપણે પ્રધાન મંત્રીને ગઈ કાલે ત્રીજી વાર વડાપ્રધાન પદ માટે શપથ લેતા સાંભળ્યા..  મોદી 3.0 સરકારમાં ઘણી મહિલાઓને મંત્રી પણ બનાવવામાં ઘણા નવા ચહેરાને પણ સ્થાન અપાયા છે કયા દમદાર મહિલા મંત્રીઓ રિપીટ થયા છે તેની વાત કરીએ.. મોદી સરકાર 3.0માં આ વખતે 7 મહિલા સાંસદોને સ્થાન મળ્યું છે. જેમાં નિર્મલા સીતારમણ, અન્નપૂર્ણા દેવી, અનુપ્રિયા પટેલ, શોભા કરંદલાજે, રક્ષા ખડસે, સાવિત્રી ઠાકુર અને નીમુબેન બાંભણિયા આ બધી મહિલો સંસદ ગજવશે સાથે જ દેશના મોટા નિર્ણયોમાં આ લોકોનો ફાળો હશે! 

નિર્મલા સિતારમણે લીધા મંત્રી તરીકે શપથ

સૌથી પહેલા વાત નિર્મલા સીતારામણથી શરૂ કરીએ તો  સીતારમણ 2006માં ભાજપમાં સામેલ થયા હતા. 2010માં પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા સ્વરૂપે નિમણૂક થઈ હતી. 2014માં નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં આંધ્રપ્રદેશમાંથી એક જૂનિયર મંત્રી તરીકે સામેલ થયા હતા. અને આંધ્રપ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય પદે ચૂંટાયા હતા.અને પછી આપણે એમને નાણાં મંત્રી તરીકે દર બજેટમાં ભાષણ આપતા જોઈએ છીએ.. નિર્મલા સીતારમણે ગઈકાલે મંત્રી તરીકે શપથ લીધા છે..  



અન્નપૂર્ણા દેવીને આપવામાં આવી ટિકીટ 

મોદી કેબિનેટમાં ઝારખંડમાંથી ચૂંટાઈ આવેલા અન્નપૂર્ણા દેવી બીજી વખત સાંસદ બન્યા છે. અગાઉ 2019માં કોડરમામાંથી ભાજપ તરફથી તે ચૂંટણી લડ્યા હતા અને તેમની જીત થઈ હતી. ભાજપે તેમને શિક્ષણ રાજ્યમંત્રી બનાવ્યા હતાં. આ વખતે તેમના પર વિશ્વાસ વ્યક્ત કરતાં બીજી વખત મંત્રી પદ આપવામાં આવ્યું છે. અન્નપૂર્ણા દેવી યાદવ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોમાંથી એક છે.



સૌથી યુવા મહિલા સાંસદ બન્યા   

અનુપ્રિયા પટેલ ઉત્તરપ્રદેશના રાજકારણમાં સૌથી યુવા મહિલાનો ચહેરો છે. તે પોતાના પિતા સોનેલાલની પાર્ટી અપના દળનું પ્રતિનિધિત્વ કરે છે. અપના દળ પાર્ટી બે જૂથમાં વહેંચાયેલી છે. ત્રીજી વખત લોકસભા સાંસદ શોભા કરંદલાજે ફરી એકવાર મોદી મંત્રીમંડળમાં સામેલ થયા છે. અગાઉ તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી હતા. ફરી એક વાર તેમના પર પણ પક્ષે વિશ્વાસ મૂક્યો છે.. અને સૌથી યંગ મહિલા મંત્રી રક્ષા ખડસેએ પણ મંત્રી તરીકે શપથ લીધા. 37 વર્ષીય રક્ષા ખડસે મહારાષ્ટ્ર ભાજપના કદાવર નેતા એકનાથ ખડસેના દિકરાની વહુ છે. તેમના પતિ નિખિલ ખડસેએ ગોળી મારી આત્મહત્યા કરી હતી.


ગુજરાતના નિમુબેન બન્યા સાંસદ

અને હવે આપણાં ગુજરાતી બહેન પર આવીએ નિમુબેન ગુજરાતના ભાવનગરના સાંસદ છે. જે પહેલા મેયર હતા ભાવનગરમાંથી પૂર્વ સાંસદ ભારતીબેન શાયલના સ્થાને તેમણે ચૂંટણી લડી હતી. જેમાં વિપક્ષને સાડા ચાર લાખ મતોની જંગી બહુમતીથી હરાવ્યા હતા.અને નિમુબેન મેયરથી હવે મંત્રી બન્યા છે!  છેલ્લે વાત કરવી છે એક આદિવાસી મહિલાનેતા તરીકે જાણીતા સાવિત્રી ઠાકુરની જે ધાર લોકસભા બેઠકમાંથી જીત હાંસલ કરનાર મહિલા સાંસદ છે . 46 વર્ષીય સાવિત્રી ઠાકુર મધ્યપ્રદેશમાં ભાજપનો લોકપ્રિય ચહેરો છે. પંચાયતથી માડી સંસદ સુધીની સફર તેમણે જોઈ છે. અને હવે આ 7 નારી શક્તિ દેશના નિર્ણયોમાં ભાગીદાર હશે આ મંત્રીઓને કયું મંત્રાલય આપવામાં આવે છે તે જોવાનું રહ્યું!  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે