પાંડુરંગ શાસ્ત્રી અઠાવલે ભારતના મોટા દાર્શનિક અને સમાજ સુધારક હતા. તેમનો જન્મ 19 ઓક્ટોબરના રોજ 1920માં મુંબઈમાં થયો અને નિધન 25 ઓક્ટોબરના મુંબઈમાં થયું હતું. દેશમાં તેમને લોકો દાદાના હુલામણા નામથી ઓળખે છે. આજે તેમની પૂણ્યતિથિ પર જાણો તેમના જીવનની એ સાત વાતો જે કોઈને ખબર જ નહીં હોય......
પાંડુરંગ અઠાવલેજીએ સ્વાધ્યાયના માધ્યમથી સમાજમાં આત્મ ચેતના જગાડવાનું કાર્ય કર્યું હતું. અઠાવલેજીએ વેદો, ઉપનિષદો અને હિંદુ સંસ્કૃતિના આત્માનું મહત્વને લોકો સામે લાવી સમાજના સુધારામાં તે જ્ઞાનનો ઉપયોગ કર્યો હતો.
1952માં પાંડુરંગ શાસ્ત્રીજીને જાપાનમાં બીજા વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો જેમાં તેમણે ભારતીય દર્શન, સંસ્કૃતિ, ધર્મ અને વૈદિક જ્ઞાન પર વ્યાખ્યાન આપ્યું હતું.
આઠવલેજીના આહ્વાન પર 1958માં તેમના ભક્તોએ ગામડે ગામડે જઈને સ્વાધ્યાયની મહિમાને લોકોને જણાવવાની શરૂઆત કરી હતી.
1964માં જ્યારે પોપ પૉલ ચોથા ભારત આવ્યા હતા ત્યારે તેમણે દાદા આઠવલેજી સાથે ચર્ચા કરી હતી અને દર્શન મામલે તેમની સાથે ચર્ચા કરી હતી.
પાંડુરંગ શાસ્ત્રીજીને વર્ષ 1988માં મહાત્મા ગાંધી પુરસ્કાર અને વર્ષ 1997માં તેમને ધર્મના ક્ષેત્રમાં કામગીરી બદલ ટેમ્પલટન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
1999માં પાંડુરંગ શાસ્ત્રીજીને રેમન મેગ્સેસે એવોર્ડ અને વર્ષ 1999માં જ તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા.
પાંડુરંગજીને વર્ષ 1954માં તત્વજ્ઞાન વિદ્યાપીઠ નામની વિદ્યાલયની સ્થાપના કરી હતી.