ઘર કા ભેદી લંકા ઢાયે, આ 6 બળવાખોરો ભાજપની બાજી બગાડી શકે


  • Published By :
  • Published Date : 2022-11-23 22:30:36

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ તથા ઉમેદવારો જીતની આશાએ પ્રચાર કરી રહ્યા છે. જો કે આ દરમિયાન કેટલાક અસંતુષ્ટોએ પણ ચૂંટણી મેદાને ઝંપલાવ્યું છે. ટિકિટ ન મળવાથી નારાજ આ બળવાખોરો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ અસંતુષ્ટ ઉમેદવારો તેમના વિસ્તારમાં લોકપ્રિય હોવાથી જીતના પ્રબળ દાવેદાર મનાય છે. ભાજપના પણ છ બળવાખોરો પાર્ટી શિસ્તની ઐસીતૈસી કરીને ચૂંટણી લડી રહ્યા છે, જે ભાજપની બાજી બગાડી શકે છે. ભાજપના આ બાગી નેતાઓ કોણ છે તે જાણવું રસપ્રદ બની રહેશે.


હર્ષદ વસાવા


નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપે ડો દર્શનાબેન દેશમુખનું નામ જાહેર કર્યું છે. ડો દર્શનાબેનનું નામ જેવું જાહેર થયું  કે,પૂર્વ ધારાસભ્ય અને પક્ષનો આદિવાસી ચહેરો હર્ષદ વસાવાએ બગાવત કરી. હર્ષદ વસાવાએ પક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી છે. હર્ષદ વસાવાને ભાજપના જ હજારો કાર્યકર્તાઓનું સમર્થન છે. 


અરવિંદ લાડાણી


જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી નથી. અહીંથી સીટીંગ ધારાસભ્ય દેવાભાઈ માલમને ટિકિટ આપવામાં આવી છે જેના કારણે તેઓ નારાજ છે.


મધુ શ્રીવાસ્તવ


વાઘોડિયાથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ આપી નથી. જેનાથી નારાજ થઈને તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પરથી ભાજપે આ વખતે અશ્વિન પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.


દિનેશ પટેલ (દિનુ મામા)


વડોદરા જિલ્લાની પાદરા બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પરથી ભાજપે ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપી છે. હાલ આ બેઠક કોંગ્રેસના કબજામાં છે.


ધવલસિંહ ઝાલા 


બાયડ બેઠક પર 2017માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધવલસિંહ ઝાલા જીત્યા હતા. બાદમાં ધવલસિંહ ભાજપમાં જોડાતા 2020માં પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલે ભાજપના ધવલસિંહ ઝાલાને હરાવ્યા હતા. આ વખતે  ભાજપે ભીખીબેન પરમારને મેદાને ઉતાર્યા છે. ધવલસિંહનું પત્તું કપાતા તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા સામે તેમનો મુકાબલો છે. મહેન્દ્ર સિંહ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના પુત્ર છે.


માવજી દેસાઈ


બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક પરથી ભાજપના ભગવાનજીભાઇ ચૌધરી છે. ધાનેરા સીટ માટે ભાજપના નેતા માવજી દેસાઈએ પણ ટિકિટ માંગી હતી પણ તેમની માગ ભાજપે નકારી દીધી હતી.  હવે માવજી દેસાઈએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 2017માં તેઓ કોંગ્રેસના નાથાભાઈ પટેલ સામે હારી ગયા હતા.  કોંગ્રેસે આ ચૂંટણીમાં પણ નાથાભાઈ પટેલને ટિકિટ આપી છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?