રાજ્યમાં હજી રહેશે ગરમીનું જોર! તાપમાનને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-17 16:09:02

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે ગરમીથી ક્યારે રાહત મળશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજી ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળશે. 18થી 20 મે માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદની સંભાવના નથી તેવી આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસના તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.


અનેક શહેરોનું તાપમાન 40થી વધારે નોંધાયું!

ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. ખેતરમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થયું હતું. ત્યારે માવઠા બાદ આગ વરસાવતી ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. તો અનેક શહેરોનું તાપમાન 45 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. ત્યારે ગરમીને લઈ હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. ફેરફાર થવાની સંભાવના નથી. અમદાવાદ માટે પાંચ દિવસ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભેજ વાળો પવન ફૂંકાઈ શકે છે. આગામી દિવસોમાં ઉકળાટ રહેશે.

20 મે સુધી જાહેર કરાયું છે યલો એલર્ટ!      

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ જણાવ્યું કે ગુજરાતમાં હજુ ગરમીમાં વધારો થશે. ગરમીને લઈને બે દિવસ સુધી કોઈ પ્રકારનું એલર્ટ નથી. 18થી 20 મે સુધી યલો એલર્ટ રહેશે. રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે સામાન્ય માણસના જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે. ભયંકર ગરમીના કારણે રોગચાળો પણ વધ્યો છે. હીટ સ્ટ્રોકના કેસમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. કેરળમાં ચોમાસું ચાર દિવસ મોડું આવવાની સંભાવના છે તો બની શકે છે ગુજરાતમાં ચોમાસું પહોંચતા મોડું થઈ શકે છે. પરંતુ જો સ્ટ્રોંગ સિસ્ટમ બને તો ગુજરાતમાં ચોમાસું સમયસર પહોંચશે. 


અનેક જગ્યાઓ પર વરસ્યો કમોસમી વરસાદ!

વધતી ગરમીને લઈ હિટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ. ઉપરાંત વધારે પાણીનું સેવન કરવું જોઈએ. બપોરના સમયે કામ વગર ન નીકળવું જોઈએ.મહત્વનું છે કે કમોસમી વરસાદ અનેક શહેરોમાં વરસ્યો હતો. વાતાવરણમાં પલટો આવ્યો હતો. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?