ફરી એક વખત આવશે મુસીબતનું માવઠું! હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં ગરમી પડશે તો હવામાન નિષ્ણાતોએ કહ્યું કે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-08 16:40:43

ગુજરાતમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી હતી. વાતાવરણમાં પલટો આવ્યો હતો જેને કારણે શિયાળાના અંતમાં પણ માવઠું આવ્યું હતું. શિયાળાની શરૂઆતમાં પણ માવઠાએ લોકોને હેરાન કર્યા હતા અને શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે પણ કમોસમી વરસાદ આવ્યો હતો જેણે ખેડૂતોના બેહાલ કર્યા હતા. આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામીની આગાહી કહે છે કે આવનાર દિવસોમાં માવઠું આવી શકે છે.   


હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના મત અલગ અલગ!

આપણે ઠંડીની સિઝનમાંથી ગરમીની સિઝન તરફ આગળ વધી રહ્યા છીએ. હમાણાં જે સમય ચાલી રહ્યો છે તે બેવડી ઋતુવાળો છે જેને કારણે રોગચાળો વધી રહ્યો છે. હાલ રાજ્યમાં સવારે અને રાતે ઠંડીનો ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે અને બપોરે ગરમીનો અનુભવ થાય છે. ત્યારે આવનાર દિવસમાં ગરમીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કહ્યું કે કમોસમી વરસાદ આવનાર સમયમાં આવી શકે છે ઉપરાંત એવી પણ આગાહી કરી કે રાજ્યના અનેક ભાગોમાં કરા પણ પડી શકે છે.    



આગામી દિવસોમાં વધી શકે છે તાપમાનનો પારો! 

થોડા દિવસો પહેલા તાપમાનમાં એટલો વધારો થઈ ગયો હતો કે શિયાળામાં પણ બપોરના સમયે પંખો ચલાવવો પડતો હતો. તેને જોઈ લોકોને થઈ રહ્યું હતું કે હમણાં જો આ પરિસ્થિતિ છે તો ઉનાળામાં શું થશે? ગરમીમાં કેવો અહેસાસ થશે?. ત્યારે આવનાર દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું છે કે હમણા વરસાદની કોઈ સંભાવના નથી. આવનાર પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહેશે.   


અંબાલાલ કાકાએ આગાહી કરતા જણાવ્યું કે.. 

એક તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદ નહીં આવે તેવી વાત કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ આવનાર દિવસોમાં ફરી એક વખત માવઠાનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. રાજ્યના હવામાનમાં ફરી એક વખત બદલાવ આવી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર પવનના સૂસવાટા સાથે સાથે કમોસમી વરસાદ આવશે ઉપરાંત  કરા પડવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે. 


માર્ચમાં આવી શકે છે માવઠું! 

અંબાલાલ કાકા ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આવા પ્રકારની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે માવઠા બાદ જે ઠંડક થઈ ગઈ છે તેમાં ફેરફારો થશે. આજથી તાપમાનમાં રોજ વધારો થતો રહેશે. આગાહી કરતા તેમણે કહ્યું કે 10 માર્ચ આવતા-આવતા મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થઈ શકે છે. માવઠાને લઈ તેમણે કહ્યું કે માર્ચમાં બે વખત માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં 10થી 12 માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...