દેશના 11 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે, કેન્દ્ર સરકાર પીએમ-કિસાન સહાય હેઠળ મળનારી રકમ વધારી શકે છે. નાણામંત્રી નિર્ણલા સિતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સરકારનું છેલ્લુ બજેટ રજુ કરશે, આ વચગાળાના બજેટમાં પીએમ-કિસાન નિધિમાં વૃધ્ધીની જાહેરાત થઈ શકે છે. સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર બે મહિને 6 હજાર રૂપિયા મળે છે. મોદી સરકાર તે રકમ વધારીને 8 હજારથી 9 હજાર કરી શકે છે. જ્યારે મહિલા લાભાર્થીઓ માટે આ રકમ વધારીને 10 હજારથી 12 હજાર કરી શકાય છે. આ સ્કિમની જાહેરાત વર્ષ 2019માં કરવામાં આવી હતી અને લોકસભા ચૂંટણી પહેલા તેનો પહેલો હપ્તો ખેડુતોના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો.
સરકારે બજેટમાં કરી 60 હજાર કરોડની જોગવાઈ
મોદી સરકારે લોકસભા ચૂંટણીમાં ખેડૂતોને આકર્ષવા માટે પીએમ કિસાન સહાય સ્કિમમાં રકમ વધારી શકે છે અને તે માટે આગામી બજેટમાં 60 હજાર કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. જો આ રકમ વધારીને 8 હજાર કરવામાં આવે છે તો વાર્ષિક ફાળવણી વધારીને 88 હજાર કરોડ કરવી પડશે. સરકારે જો આ રકમ 9 હજાર કરે છે તો ફાળવણી 99 હજાર કરોડ રૂપિયા થશે.
15 હપ્તામાં 2.8 કરોડ ટ્રાન્સફર કરાયા
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પીએમ-કિસાન હેઠળ, પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જાય છે અને તે વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ માનવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે 15 હપ્તામાં ખેડૂતોના ખાતામાં 2.8 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.